Asia Cup 2023: 31 ઓગસ્ટથી થશે એશિયા કપનો પ્રારંભ, જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટક્કર

Asia Cup 2023 Date: એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023 ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી દીધી છે. 31 ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ થશે. 
 

Asia Cup 2023: 31 ઓગસ્ટથી થશે એશિયા કપનો પ્રારંભ, જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટક્કર

નવી દિલ્હીઃ Asia Cup 2023 Date and Venue: એશિયા કપ 2023ની શરૂઆત 31 ઓગસ્ટથી થશે. આ ટૂર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે ટૂર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે. ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે. આ સિવાય બાકીની નવ મેચનું આયોજન શ્રીલંકામાં થશે. 

50 ઓવરના ફોર્મેટમાં રમાશે એશિયા કપ
આ વર્ષે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. નોંધનીય છે કે આ વર્ષે વનડે વિશ્વકપ પણ રમાવાનો છે. તેને ધ્યાનમાં રાખી એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપનું આયોજન 50 ઓવરના ફોર્મેટમાં કરવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં બે ગ્રુપમાં ત્રણ-ત્રણ ટીમ રહેશે. ત્યારબાદ સુપર-4 રાઉન્ડ રમાશે. સુપર-4 રાઉન્ડના અંતે ટોપની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. 

— ANI (@ANI) June 15, 2023

વિવાદનો આવ્યો અંત
એશિયા કપને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે સંપૂર્ણ અંત આવી ગયો છે. તેનું આયોજન બે દેશમાં થશે. પાકિસ્તાનમાં ચાર મેચ રમાશે. બાકી 9 મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપની આ એડિશનમાં બે ગ્રુપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું. પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ન જવાની હોવાથી હાઇબ્રિડ મોડલ પસંદ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news