IND vs AFG: આખરે 84 ઈનિંગ, 1000 કરતા વધુ દિવસ બાદ વિરાટ કોહલીએ ફટકારી સદી
Asia Cup 2022: વિરાટ કોહલીએ આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેના મુકાબલામાં શાનદાર સદી ફટકારી છે.
Trending Photos
દુબઈઃ વિરાટ કોહલીના ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ આખરે 1000 કરતા વધુ દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી દીધી છે. આ વિરાટ કોહલીના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. તો તમામ ફોર્મેટમાં જોવામાં આવે તો આ વિરાટ કોહલીની 71મી સદી છે.
અફઘાનિસ્તાન સામે ઓપનિંગ કરવા ઉતરેલા કોહલીએ 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોહલી આજે શરૂઆતથી આક્રમક જોવા મળ્યો હતો. કોહલીએ 61 બોલમાં 6 સિક્સ અને 12 ચોગ્ગા સાથે અણનમ 122 રન ફટકાર્યા છે.
કોહલીએ પોન્ટિંગના રેકોર્ડની કરી બરોબરી
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 71મી સદી છે. કોહલીએ આ સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી કરી લીધી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100
100 સચિન તેંડુલકર (782 ઇનિંગ્સ)
71 વિરાટ કોહલી (522)
71 રિકી પોન્ટિંગ (668)
63 કુમાર સંગાકારા (666)
62 જેક કાલિસ (617)
84 ઈનિંગ બાદ ફટકારી સદી
વિરાટ કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં કોલકત્તા ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ તમામ ક્રિકેટ ફેન્સ કોહલીની સદીની રાહ જોઈ રહ્યાં હતા. કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ એશિયા કપમાં કોહલીએ પોતાનું ફોર્મ પરત મેળવી લીધુ છે. કોહલીએ 84 ઈનિંગ બાદ સદી ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં 71મી સદી
વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 71મી સદી ફટકારી છે. કોહલીના નામે ટેસ્ટમાં 27, વનડેમાં 43 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે