7મું પગાર પંચ: શિક્ષકોને મળશે ડબલ ભેટ, અઢી વર્ષનું એરિયર સાથે મળશે પગાર

છત્તીસગઢમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી છે. છત્તીસગઢ સરકારના આ એલાન બ આદ 2800 પ્રોફેસરોને નવા પગાર ધોરણ મુજબ પગાર મળી શકે છે.

7મું પગાર પંચ: શિક્ષકોને મળશે ડબલ ભેટ, અઢી વર્ષનું એરિયર સાથે મળશે પગાર

રાયપુર: છત્તીસગઢ સરકારે ચૂંટણી પહેલાં પ્રદેશના શિક્ષકોને સાતમા પગારપંચની ભેટ આપી છે. મુખ્યમંત્રી ડો. રમણ સિંહે રાજ્યના હાયર સેકંડરી શિક્ષણ વિભાગના બધા કર્મીઓને 2016થી સાતમા પગાર પંચ અને એરિયર્સ આપવાની જાહેરાત કરી છે. 

તમને જણાવી દઇએ કે પોતાની માંગણીઓને લઇને શિક્ષક છ સપ્ટેમ્બરથી કાળીપટ્ટી લગાવીને કામ કરી રહ્યા હતા. છત્તીસગઢમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી છે. છત્તીસગઢ સરકારના આ એલાન બ આદ 2800 પ્રોફેસરોને નવા પગાર ધોરણ મુજબ પગાર મળી શકે છે. તો બીજી તરફ સરકારે છત્તીસગઢમાં મહિલા કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. સરકારે મહિલા કર્મીઓ માટે 730 દિવસના ચાઇલ્ડ કેર લીવ લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારે આ વાતનો નિર્દેશ આપ્યો હતો તે મહિલાઓને ચાઇલ્ડ કેર લીવ આપવાના સંદર્ભમાં પ્રારૂપ બનાવે.

પ્રદેશમાં ચાઇલ્ડ કેર લીવ લાગૂ કરવા માટે સિમ્સની પ્રોફેસર ડો. અર્ચના સિંહ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તો બીજી તરફર રમણ સિંહને શિક્ષકો દ્વારા ઘણા મંતવ્યો આપ્યા છે. કમલેશ નામના એક શિક્ષકે કહ્યું કે સરકાર દ્વારા પાયાની સુવિધાઓ આપવી જોઇએ જેમ કે લેબ અને કોમ્યુટરની દેખરેખ માટે સમિતિ બનાવવી જોઇએ. તો બીજી તરફ એક શિક્ષકે બીજાપુર અને ત્યાંના વિસ્તારમાં ઇન્ટરનેટ ન હોવાની ફરિયાદ કરી તો મહિલા શિક્ષકોએ ડિજિટલ લાઇબ્રેરીની માંગ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news