AUS vs PAK : બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનનો એક ઈનિંગ્સથી કારમો પરાજય
ઓસ્ટ્રેલિયાએ(Australia) આ વિજય સાથે જ બે મેચની શ્રેણી(Series) 2-0થી પોતાને નામે કરી લીધી છે. પાકિસ્તાનની(Pakistan) ટીમ હવે સ્વદેશ પરત આવ્યા પછી શ્રીલંકા(Shrilanka) સાથે ટેસ્ટ શ્રેણી(Test Series) રમશે. પાકિસ્તાનમાં 10 વર્ષ પછી કોઈ ટેસ્ટ શ્રેણી રમાવાની છે.
Trending Photos
એડિલેડઃ પાકિસ્તાની(Pakistan) ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા(Australia) પ્રવાસ અત્યંત કારમા પરાજય સાથે પુરો થઈ ગયો છે. યજમાન ઓસ્ટ્રેલિયાએ(Australia) તેને બીજી ટેસ્ટમાં પણ એક ઈનિંગ્સ અને 48રને પરાજય આપ્યો હતો. પાકિસ્તાનની(Pakistan) ટીમ આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ પણ ઈનિંગ્સ અને 5 રનથી હારી હતી. આ રીતે ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની એક ઈનિંગ્સ જ પાકિસ્તાન પર ભારે પડી હતી.
ઓસ્ટ્રેલિયાએ(Australia) આ વિજય સાથે જ બે મેચની શ્રેણી(Series) 2-0થી પોતાને નામે કરી લીધી છે. પાકિસ્તાનની(Pakistan) ટીમ હવે સ્વદેશ પરત આવ્યા પછી શ્રીલંકા(Shrilanka) સાથે ટેસ્ટ શ્રેણી(Test Series) રમશે. પાકિસ્તાનમાં 10 વર્ષ પછી કોઈ ટેસ્ટ શ્રેણી રમાવાની છે.
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં ડેવિડ વોર્નરના સ્કોર સુધી પણ પહોચી શકી ન હતી. ડેવિડ વોર્નરે બીજી મેચમાં 335 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 302 અને બીજી ઈનિંગ્સમાં 239 રન પર ઓલ આઉટ થઈ ગઈ. ડેવિડ વોર્રને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. તેણે પ્રથમ ટેસ્ટમાં પણ 154 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરની ત્રેવડી સદી અને માર્નસ લેબુસચેગ્ને (162)ની મદદથી 589/3 (દાવ ડિક્લેર)નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાનની ટીમ તેના જવાબમાં ક્રમશઃ 302 અને 239 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી ઈનિંગ્સમાં પાકિસ્તાન તરફથી શાન મસુદ(68) અને અસદ શફીક(57)ને અડધી સદી ફટકારી હતી. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 45 રનની ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પાકિસ્તાનને બીજી ઈનિંગ્સમાં સૌથી વધુ નાથન લોયને પરેશાન કર્યા હતા. ઓફ સ્પિનર લાયને 5 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડે ત્રણ અને મિશેલ સ્ટાર્કને એક વિકેટ મળી હતી. એક ખેલાડી રન આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે