BCCI એ કરી મોટી તૈયારીઓ, ગિલ અને રવિ શાસ્ત્રીને મળશે ખાસ સન્માન

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિ શાસ્ત્રી અને વર્તમાન સ્ટાર ઓપનિંગ બેટર શુભમન ગિલને બીસીસીઆઈ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. બીસીસીઆઈ અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.

BCCI એ કરી મોટી તૈયારીઓ, ગિલ અને રવિ શાસ્ત્રીને મળશે ખાસ સન્માન

મુંબઈઃ BCCI Awards: ક્રિકેટ ભારતની સૌથી મોટી રમત છે. ખેલાડીઓ વર્ષો સુધી મહેનત કરે છે તો જ તેઓ ક્રિકેટમાં પોતાના દેશ માટે રમી શકે છે. BCCI દેશ માટે શાનદાર ક્રિકેટ રમનારા ખેલાડીઓનું સન્માન કરે છે. ભલે ખેલાડીએ T20 ઈન્ટરનેશનલ, ODI કે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હોય. આ શ્રેણીમાં આ વર્ષે પણ BCCI ખેલાડીઓનું સન્માન કરશે. દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને મંગળવારે અહીં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના 'લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે.

ભારતના સ્ટાર બેટરને મળશે એવોર્ડ
ભારતના યુવા બેટરને વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન કરવા માટે એવોર્ડ આપવામાં આવશે. આ ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ ઓપનિંગ બેટર શુભમન ગિલ છે. ગિલને 2023માં તેના શાનદાર પ્રદર્શનને કારણે બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવશે. આ 12 મહિના દરમિયાન તે વનડેાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડી બન્યો અને તેણે વનડેમાં પાંચ સદી ફટકારી હતી. 

બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે શાસ્ત્રીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ગિલને વર્ષના બેસ્ટ ક્રિકેટરનો પુરસ્કાર આપવામાં આવશે. વર્ષ 2019 બાદ બીજીવાર બીસીસીઆઈ દ્વારા એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. ગુરૂવારે શરૂ થઈ રહેલી ટેસ્ટ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમના ખેલાડીઓ આ ઈવેન્ટમાં હાજર રહી શકે છે.

કેવું રહ્યું છે શાસ્ત્રીનું કરિયર
શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. નિવૃત્તિ બાદ તેમણે કોમેન્ટ્રેટરના રૂપમાં ઓળખ બનાવી છે. શાસ્ત્રી બે વખત ટીમ ઈન્ડિયાના કોચ રહ્યાં છે. તેઓ 2014થી 2016 સુધી ટીમના ડાયરેક્ટરના રૂપમાં ટીમ સાથે જોડાયા અને ત્યારબાદ કોચની ભૂમિકા નિભાવી હતી. તેમના કોચ રહેતા ભારતે સતત બે વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. શાસ્ત્રીના કોચ રહેતા ભારત પ્રથમવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news