IPL 2021 સ્થગિત થવાથી મુશ્કેલમાં BCCI, જાણો ભારતીય ક્રિકેટ બોર્ડને થશે આટલા કરોડનું નુકસાન

ભારતીય બોર્ડને સૌોથી વધુ નુકસાન સ્ટાર સ્પોર્ટસથી ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકારથી મળનારી રકમથી થશે. સ્ટારનો પાંચ વર્ષનો કરાર 16 હજાર 347 કરોડ રૂપિયાનો છે. 
 

IPL 2021 સ્થગિત થવાથી મુશ્કેલમાં BCCI, જાણો ભારતીય ક્રિકેટ બોર્ડને થશે આટલા કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં કોવિડ-19ના મામલાને કારણે મંગળવારે આઈપીએલ 2021ને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લીગ સ્થગિત થવાથી બીસીસીઆઈને પ્રસારણ અને પ્રાયોજક રાશિમાં બે હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થઈ ચુકે છે. 

છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદ અને નવી દિલ્હીમાં ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ વચ્ચે કોવિડ-19ના ઘણા મામલા સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. 

2200 કરોડ રૂપિયાથી વધુની રકમ સટીક થશે
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર પીટીઆઈને જણાવ્યુ, આ સત્રને વચ્ચે સ્થગિત કરવાથી અમને 2000થી 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. હું કહીશ કે 2200 કરોડ રૂપિયાથી વધુની રકમ સટીક થશે. 

IPL સસ્પેંડ થતા જ સોશલ મીડિયા પર Memes નો વરસાદ, જોઈને તમે પણ હસી પડશો

આઈપીએલ 2021નું સમાપન 30 મેએ થવાનું હતુ
આ 50 દિવસ ચાલનારી 60 મેચોની ટૂર્નામેન્ટનું સમાપન 30 મેએ અમદાવાદ થવાનું હતું. પરંતુ માત્ર 24 દિવસ મેચ રમાઈ અને આ દરમિયાન 29 મુકાબલાનું આયોજન થયા બાદ ટૂર્નામેનટ્ સ્થગિત કરવી પડી. 

આનાથી થશે સૌથી મોટુ નુકસાન
બીસીસીઆઈને સૌથી વધુ નુકસાન સ્ટાર સ્પોર્ટસથી ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકારથી મળનારી રકમથી થશે. સ્ટારનો પાંચ વર્ષનો કરાર 16 હજાર 347 કરોડ રૂપિયાનો છે, જે પ્રતિ વર્ષ ત્રણ હજાર 269 કરોડથી વધુનો હોય છે. જો સત્રમાં 60 મેચ રમાઈ તો પ્રત્યેક મેચની રકમ લગભગ 54 કરોડ 50 લાખ રૂપિયા બને છે. 

સ્ટાર જો પ્રતિ મેચ પ્રમાણે ચુકવણી કરે છે તો 29 મેચોની રકમ લગભગ 1580 કરોડ રૂપિયા થાય છે. તેવામાં બોર્ડને 1690 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ રીતે મોબાઇલ નિર્માતા વિવો ટૂર્નામેન્ટના ટાઇટલ સ્પોનસરના રૂપમાં પ્રતિ સીઝન 440 કરોડ રૂપિયાની ચુકવણી કરે છે અને ટૂર્નામેન્ટ સ્થગિત કરવાને કારણે બીસીસીઆઈને અડધાથી ઓછી રકમ મળવાની આશા છે.

અનએકેડમી, ડ્રીમ11, સીરેટ, અપસ્ટોક્સ અને ટાટા મોટર્સ જેવી સહાયક પ્રાયોજક કંપનીઓ પણ છે, જેમાંથી પ્રત્યેક સીઝન લગભગ 120 કરોડ રૂપિયાની આસપાસ ચુકવણી કરે છે. 

અંદાજિત નુકસાન 2200 કરોડ રૂપિયા હોઈ શકે છે
અધિકારીએ કહ્યું, તમામ ચુકવણીને અડધી કે તેનાથી થોડી ઓછી કરવામાં આવે તો લગભગ 2200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. હકીકતમાં તેનાથી વધુ નુકસાન હોઈ શકે છે પરંતુ આ સત્રનું અંદાજિત નુકસાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news