વિવાદોમાં ફસાયો રિદ્ધિમાન શાહા, બીસીસીઆઈ ફટકારશે નોટિસ
બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યુ, હાં તે વાતની સંભાવના છે કે બીસીસીઆઈ રિદ્ધિમાન સાહાનને પૂછી શકે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં હોવા છતાં તેણે ટીમની પસંદગીને લઈને જાહેરમાં કેમ વાત કરી?
Trending Photos
નવી દિલ્હીઃ વિકેટકીપર/બેટર રિદ્ધામાન સાહા છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે અને હવે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાંથી બહાર કરાયા બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને હેડ કોચ રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવનાર સાહાની મુશ્કેલી વધી શકે છે. બીસીસીઆઈ હવે સાહાને આ મામલે સવાલ પૂછી શકે છે. તે માટે બોર્ડ બંગાળના વિકેટકીપરને કારણ દર્શાવો નોટિસ મોકલવા પર વિચાર કરી રહ્યું છે. બીસીસીઆઈનું કહેવું છે કે તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ છે અને તેનું આ પ્રકારે જાગેરમાં નિવેદન આપવું પ્રોટોકોલનું ઉલ્લંઘન છે.
બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યુ, હાં તે વાતની સંભાવના છે કે બીસીસીઆઈ રિદ્ધિમાન સાહાનને પૂછી શકે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં હોવા છતાં તેણે ટીમની પસંદગીને લઈને જાહેરમાં કેમ વાત કરી? જ્યાં સુધી અધ્યક્ષનો સવાલ છે, ગાંગુલીએ તેને પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડ હવે તે જાણકાનો પ્રયાસ કરશે કે કેમ બંધ રૂમમાં કોચ રાહુલ દ્રવિડ સાથે થયેલી વાતચીતને તેણે જાહેર કરી દીધી.
તે પૂછવા પર શું બીસીસીઆઈ ઔપચારિક કારણ દર્શાવો નોટિસ આપશે કે મૌખિક રૂપથી આ મામલા પર સાહાને સવાલ પૂછશે? ધૂમલે કહ્યુ, અમે હજુ તેના પર નિર્ણય લીધો નથી. છેલ્લા કેટલાક દિવસથી અમે વ્યસ્ત છીએ. પરંતુ કેટલાક દિવસમાં આ મુદ્દા પર નિર્ણય આવી જશે.
37 વર્ષના સાહાએ શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં પસંદ ન કરાયા બાદ કહ્યુ હતુ કે હેડ કોચ રાહુલ દ્રવિડે તેમને નિવૃત્તિની સલાહ આપી હતી. આ સાથે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને કહ્યુ હતુ કે ગાંગુલીએ તેને કહ્યુ કે, તે જ્યાં સુધી બોર્ડ અધ્યક્ષ છે, ત્યાં સુધી તે ટીમમાં રહેશે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના લિસ્ટમાં સાહા ગ્રુપ બીમાં છે, અને તેને વર્ષે 3 કરોડ રૂપિયા મળે છે. રિપોર્ટ અનુસાર સાહાએ ક્લોઝ 6.3 નો ભંગ કર્યો છે. તે અનુસાર કોઈપણ ખેલાડી રમત, અધિકારીઓ, રમતમાં થયેલી ઘટનાઓ, ટેક્નોલોજીના ઉપયોગ, સિલેક્શન પ્રક્રિયા કે રમત સંબંધિત કોઈ અન્ય મામલા વિશે જાહેરમાં કોમેન્ટ નહીં કરે, જે કોઈ પ્રકારે બીસીસીઆઈ, રમત અને ટીમના હિતમાં ન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે