નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબ સસ્પેન્ડ, BCCIએ પત્ર લખીને નાડાને કર્યા સવાલ

વાડાએ ભારતની રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધી છે. 
 

નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબ સસ્પેન્ડ, BCCIએ પત્ર લખીને નાડાને કર્યા સવાલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સીઈઓ રાહુલ જૌહરીએ રાષ્ટ્રીય ડોવિંગ વિરોધી એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ અને મુખ્ય કાર્યકારી અધિકારીને પત્ર લખીને નાડા અને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સ્થિતિ સ્પષ્ટ કરવાનું કહ્યું છે. વાડાએ શુક્રવારે અહીં સ્થિત ભારતની રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (NDTL) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધે દેશમાં ડોપિંગ વિરોધી કાર્યક્રમને મોટા સ્તર પર ઝટકો આપ્યો છે કારણ કે 2020મા ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં થોડો સમય બાકી છે. આ સિવાય બીસીસીઆઈએ હાલમાં નાડાની હેઠળ આવવાની વાત માની લીધી હતી. 

જૌહરીએ લખ્યું, 'અમને જાણવા મળ્યું છે કે વાડાની તપાસ દરમિયાન એનડીટીએલની પ્રયોગશાળાઓ માટે નક્કી આંતરરાષ્ટ્રીય માપદંડ અનુરૂપ ન હોવાને કારણે તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.'

— ANI (@ANI) August 24, 2019

જૌહરીએ લખ્યું, 'અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને અમને તે જણાવો કે આ સસ્પેન્ડ્સન બીસીસીઆઈના ડોમિસ્ટિક ક્રિકેટ સ્પર્ધામાં નાડા દ્વારા એકત્ર કરવામાં આવેલા નમૂનાને કઈ રીતે પ્રભાવિત કરશે. કારણ કે એનડીટીએલ અમારા ક્રિકેટરોના નમૂનાનું પરીક્ષણ કરવામાં અસમર્થ છે, તેથી નમૂનાને યોગ્ય રાખવા અને પ્રત્યેક નમૂનાને સમય પર ચોક્કસ કરવાની રીત શું છે.'

સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદ કરાયેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ શુક્રવારે આઈએએનએસને કહ્યું હતું કે, તેણે આ મુદ્દા પર કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news