બેન સ્ટોક્સ બન્યા ઇંગ્લેંડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન, ECB એ કરી જાહેરાત

જો રૂટના રાજીનામા બાદ ઇંગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઇંગ્લેંડ પુરૂષ ટેસ્ટ ટીમના 81મા કેપ્ટન હશે. ઇસીબીના વચગાળાના અધ્યક્ષ ને મુખ્ય કાર્યકારી અધિકારીએ મંગળવારે સાંજે ઇંગ્લેંડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર રોબની ભલામણ બાદ નિયુક્તિને મંજૂરી આપી. 

બેન સ્ટોક્સ બન્યા ઇંગ્લેંડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન, ECB એ કરી જાહેરાત

Ben Stokes Captain: જો રૂટના રાજીનામા બાદ ઇંગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઇંગ્લેંડ પુરૂષ ટેસ્ટ ટીમના 81મા કેપ્ટન હશે. ઇસીબીના વચગાળાના અધ્યક્ષ ને મુખ્ય કાર્યકારી અધિકારીએ મંગળવારે સાંજે ઇંગ્લેંડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર રોબની ભલામણ બાદ નિયુક્તિને મંજૂરી આપી. 

ઇંગ્લેંડ પુરૂષ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કીએ કહ્યું 'મને બેનને ટેસ્ટ કેપ્ટનની ભૂમિકાની ઓફર કરવામાં કોઇ વાંધો ન હતો. તે માનસિકતા અને દ્રષ્ટિકોણનું પ્રતીક છે જેને અમે આ ટીમને લાલ બોલવાળા ક્રિકેટના આગામી યુગમાં આગળ લઇ જવા માંગીએ છીએ. મને ખુશી છે કે તેમણે સ્વિકાર કર્યો છે, અને તે વધારાની જવાબદારી અને સન્માન માટે તૈયાર છે. તે સંપૂર્ણપણે હકદાર છે. 

— England Cricket (@englandcricket) April 28, 2022

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ મળેલી આકરી હાર બાદ રૂટને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. રૂટની કેપ્ટનશિપમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં ઇંગ્લેંડનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ આ દરમિયાન 13માંથી ફક્ત એક જ મેચ જીતવામાં સફળ રહી છે. WTC પોઇન્ટ્સ ટેબલમાં ઇંગ્લેંડ સૌથી નીચે 10મા ક્રમ પર છે. 

બેન સ્ટોક્સે 2013 માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે 79 મુકાબલામાં 5061 રન બનાવવાની સાથે 174 વિકેટ લીધી. 2017 માં તેમણે ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા હતા. રૂટની ગેરહાજરીમાં તેમણે કેપ્શનશિપ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news