VIDEO : ક્રિકેટરે નહીં પણ કેમેરામેને પકડ્યો છે World Cupનો સૌથી શાનદાર કેચ
આઇસીસીએ વર્લ્ડકપ (World Cup 2019)ના એવા કેચનો વીડિયો શેયર કર્યો છે જે દર્શકો દ્વારા કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ જેટલું જ મહત્વ ફિલ્ડિંગનું છે. અનેક ક્રિકેટરોએ શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ઓળખ મેળવી છે. 1983ની વિશ્વકપની ફાઇનલમાં કપિલ દેવે પકડેલો વિવિયન રિચર્ડસનો કેચ આજે પણ લોકો યાદ કરે છે. ઇંગ્લેન્ડના વેલ્સમાં હાલમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં પણ એવા કેટલાક કેચ કરવામાં આવ્યા છે જે વખાણને લાયક છે.
હાલમાં વર્લ્ડકપની વાત કરવામાં આવે તો બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા તેમજ કોટ્રેલે બાઉન્ડ્રી પર કેટલાક શ્રેષ્ઠ કેચ કર્યા છે. જોકે આ વખતે વર્લ્ડકપમાં માત્ર ક્રિકેટરોએ કેચ નથી કર્યા પણ દર્શકોએ પણ સારામાં સારા કેચ કર્યા છે. આઇસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 1.54 સેકંડનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં આવા કેચ દેખાડવામાં આવ્યા છે.
The great catches haven't just come from the players during #CWC19 check out the best crowd catches of the tournament so far! pic.twitter.com/cYxFeYTMJS
— Cricket World Cup (@cricketworldcup) June 13, 2019
આ વીડિયોમાં દેખાડવામાં આવેલા તમામ કેચમાં ત્રીજા નંબરનો કેચ સૌથી બેસ્ટ છે. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટ ફાફ ડુપ્લેસિસ બાંગ્લાદેશી બોલર મોસદ્દેક હુસૈનના બોલ પર લોન્ગઓફ પર શોટ રમે છે. આ બોલને એક કેમેરામેન કેચ કરી લે છે. રસપ્રદ વાત તો એ છે કે કેમેરામેનના એક હાથમાં કેમેરો હોવા છતાં તે બહુ સરળતાથી આ કેચ કરી લે છે. કોમેન્ટેટર આ કેચને ક્લાસિક ગણાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે