Car Accident: ભયાનક કાર અકસ્માતમાં ભારતના આ ખેલાડીનું મોત, રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ

Indian Player Car Accident: એક ભારતીય ખેલાડી સાથે જોડાયેલા ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભયાનક કાર અકસ્માતમાં એક ખેલાડીએ જીવ ગુમાવ્યો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહોતો.

Car Accident: ભયાનક કાર અકસ્માતમાં ભારતના આ ખેલાડીનું મોત, રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ

નવી દિલ્હીઃ Car Racer Dies after Accident: ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતના અકસ્માત બાદ બધા લોકો શોકમાં હતા. દિલ્હીથી પોતાના ઘર રૂડકી જતા સમયે તેની કાર સાથે દુર્ઘટના થઈ હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને દેહરાદૂનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે પંતની સારવાર મુંબઈમાં ચાલી રહી છે. હવે વધુ એક ખેલાડી સાથે જોડાયેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના એક સ્પોર્ટ્સ પર્સનનું કાર અકસ્માતમાં મોત થયું છે. 

ભારતીય રેસરનું મોત
MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડ દરમિયાન મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે અકસ્માતને કારણે ભારતના પ્રખ્યાત રેસર કેઈ કુમારનું અવસાન થયું. સવારે સલૂન કાર રેસ દરમિયાન કુમારની કાર અન્ય સ્પર્ધકની કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. કાર પાટા પરથી સરકી ગઈ અને કર્બ સાથે અથડાઈ અને પછી પલટી ગઈ.

— Santhosh Kumar (@giffy6ty) January 8, 2023

Video વાયરલ
સોશિયલ મીડિયા પર કાર રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે કુમાર સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેઈ કુમારની સફેદ કાર અચાનક ટ્રેક પરથી હટી ગઈ. પછી અન્ય એક સ્પર્ધકની કાર સાથે ટકરાતા ટ્રેકથી હટીને પલટી મારે છે. થોડી ક્ષણો માટે રેસને રોકવામાં આવી અને કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા. 

હોસ્પિટલ પહોંચ્યા પરંતુ....
કુમારને એબ્યુલન્સથી તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના પ્રયાસ છતાં તેમને બચાવી શકાયા નહીં. ટૂર્નામેન્ટના ચેરમેન વિકી ચંડોકે તેના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. કુમાર અનુભવી રેસર હતા. હું તેમને ઘણા વર્ષોથી જાણુ છું. એમએમએસસી અને રેસિંગ જગતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. કુમારના સન્માનમાં દિવસની બાકીની રેસ રદ્દ કરી દેવામાં આવી હતી. (Input: PTI)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news