ચેન્નઈમાં આઈપીએલની મેચ પર સંકટના વાદળ, સ્ટેડિયમની બહાર વિરોધ-પ્રદર્શન

મેચનું શાંતિપૂર્ણ આયોજન માટે આઈપીએલના અધ્યક્ષ રાજીવ શુક્લાએ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા સાથે મુલાકાત કરી અને મેચ દરમિયાન ચેન્નઈમાં સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી.

 

 ચેન્નઈમાં આઈપીએલની મેચ પર સંકટના વાદળ, સ્ટેડિયમની બહાર વિરોધ-પ્રદર્શન

ચેન્નઈઃ તમિલનાડુની રાજનીતિમાં આ દિવસોમાં કાવેરી વહીવટી બોર્ડની રચનાને લઈને તોફાન આવ્યું છે. અહીં સત્તા, વિપક્ષ અને અન્ય સામાજીક સંગઠન બોર્ડની રચના પર કેન્દ્રની ઢીલી નીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. હવે આ વિરોધના વંટોળમાં ચેન્નઈમાં રમાનારી આઈપીએલની મેચ પણ આવી ગઈ છે. વિરોધ કરી રહેલા સંગઠનોની માંગ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર રાજ્યના પક્ષમાં કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી આ પ્રકારના આયોજન થવા દેવામાં આવશે નહીં. 

કાવેરી જળ વિવાદનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ કેન્દ્ર સરકારે કાવેરી વહીવટી બોર્ડની રચના કરી નથી. આ મુદ્દા પર તમિલનાડુમાં સતત વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. 

સ્ટેડિયમની બહાર ભેગા થયા પ્રદર્શનકારી
મહત્વનું છે કે, મંગળવારે ચેન્નઈમાં ચેન્નઈ અને કોલકત્તાની ટીમો વચ્ચે મેચ રમાવાની છે અને આ મેચની તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. પ્રશાસને આ મેચનું આયોજનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પરંતુ રાજકીય અને સામાજીક સંગઠન મેચની વિરુદ્ધ સતત એકજુથ થતા જાય છે. કેટલાક સંગઠનો તો સ્ટેડિયમની આસપાસ ગોઠવાઇ ગયા છે. એક સંગઠન ટીવીકેના કાર્યકર્તાઓ એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમની બહાર એકઠા થયા છે. પ્રદર્શનકારીઓના હાથમાં કાળા કલરના ફુગ્ગા અને બેનર છે, જેના પર લખેલું છે. અમારે આઈપીએલની મેચ નથી જોતી, અમારે કાવેરી વહીવટી બોર્ડ જોઈએ. 

— ANI (@ANI) April 10, 2018

રાજીવ શુક્લાએ ગૃહ સચિવ સાથે કરી મુલાકાત 
બીજીતરફ મેચનું શાંતિપૂર્ણ રીતે આયોજન માટે આઈપીએલના અધ્યક્ષ રાજીવ શુક્લાએ કેન્દ્રીય ગૃહ સચિન રાજીવ ગૌબા સાથે મુલાકાત કરી અને મેચ દરમિયાન ચેન્નઈમાં સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી. તેના પર ગૃહ સચિવે કહ્યું કે, આખા વિસ્તારમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાત બાદ રાજીવ શુક્લાએ મીડિયાને જણાવ્યું કે, ગૃહ સચિને તમિલનાડુના ડીજીપી સાથે વાત કરીને તેને કડક સુરક્ષા વ્યવસ્થાની વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યો છે. 

— ANI (@ANI) April 10, 2018

રજનીકાંતે પણ કર્યો વિરોધ
કાવેરી વહીવટી બોર્ડ પર રાજ્યમાં તે પ્રકારે વિરોધ વધી ગયો છે કે, દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પણ આઈપીએલની મેચ પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. રજનીકાંતે કહ્યું કે, ચેન્નઈના ખેલાડીઓએ મેચ ન રમવી જોઈએ. તેણે કહ્યું જો મેચ રમે તો ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news