ચાઇના ઓપનઃ પીવી સિંધુ બીજા રાઉન્ડમાં, સાઇના બહાર
ઓલંમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર શિનચેંગ જિમ્નેજિયમમાં વિશ્વની 39માં નંબરની ખેલાડી કાવાકામી વિરુદ્ધ સિંધુએ સારૂ શરૂઆત કરી હતી.
Trending Photos
ચાંગઝૂઃ ઓલંમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો પરંતુ એશિયાડ બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇના નેહવાલ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. સિંધુએ પ્રથમ રાઉન્ડમાં જાપાનની સાઇના કાવાકોમીને સીધા સેટમાં 21-15, 21-13થી હરાવી છે. તો સાઇના વર્લ્ડ ચેમ્પિયનશિપની પૂર્વ બ્રોન્ઝ મેડાલિસ્ટ સુંગ જી હ્યુન વિરુદ્ધ 22-20, 8-21, 14-21થી હારીને બહાર થઈ ગઈ છે.
ઓલંમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર શિનચેંગ જિમ્નેજિયમમાં વિશ્વની 39માં નંબરની ખેલાડી કાવાકામી વિરુદ્ધ સિંધુએ સારૂ શરૂઆત કરી હતી. સિંધુએ સરળવાથી 13-7ની લીડ મેળવી અને અંતિમ આ લીડ જાળવી રાખતા પ્રથમ ગેમ 21-15થી જીતી હતી.
સિંધુએ દબદબો બનાવી રાખ્યો અને બીજી ગેમમાં સારી શરૂઆત કરતા 6-0ની લીડ મેળવી. કાવાકામીએ વાપસી કરી અને સ્કોર 8-10 કરવામાં સફળ રહી. ભારતીય ખેલાડી બ્રેક સુધી 11-9થી આગળ બતી. બ્રેક બાદ સિંધુએ 15-11ની લીડ બનાવી અને પછી 21-13થી જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
48 મિનિટમાં હારી સાઇના
સાઇને નેહવાલ અને હ્યુન વચ્ચે 48 મિનિટ સુધી ચાલેલો મુકાબલો રોમાંચક રહ્યો હતો. પ્રથમ ગેમ જીત્યા બાદ ભારતીય સ્ટારે ખૂબ મહેનત કરવી પડે પરંતુ હ્યુને વાપસી કરતા બીજી ગેમ 21-8થી પોતાના નામે કરી લીધી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં કોરિયન ખેલાડીને શરૂઆતમાં લીડ બનાવી અને 21-14થી ગેમ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
અત્રી-સુમિતની જોડી બીજા રાઉન્ડમાં
પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી. સુમિત રેડ્ડીની ભારતીય જોડીએ પ્રથમ ગેમ હાર્યા બાદ શાનદાર અંદાજમાં વાપસી કરતા ચીની તાઇપેની જોડીને હરાવીનને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. અત્રી અને સુમિકે લિઓ મિન ચુન અને સુ ચિંગ હેંગને 39 મિનિટમાં 13-21, 21-13, 21-12થી પરાજય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે