ભારત સામે ટેસ્ટ અને વનડે સિરીઝ બાદ ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે અલવિદા

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાનું મન બનાવી લીધું છે. ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. 

ભારત સામે ટેસ્ટ અને વનડે સિરીઝ બાદ ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે અલવિદા

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો છે. ગેલે કહ્યું કે, તે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. તેણે તેણે આ પ્રવાસ પર રમાનારી વનડે સિરીઝ અને બે ટેસ્ટ મેચોની સિરીઝમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

આ બંન્ને દેશો વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝની સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે. ગેલે આ જાહેરાત ગુરુવારે આઈસીસી વિશ્વ કપ 2019મા ભારત વિરુદ્ધ રમાનારી મેચ પહેલા કરી હતી. તેણે કહ્યું, આ હજુ અંત નથી. મારી પાસે આગળ પણ કેટલિક મેચ છે, લગભગ વધુ એક સિરીઝ. કોણ જાણે છે શું થશે, વિશ્વ કપ બાદ મારી નીતિ શું હશે? હું ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી શકું છું અને ત્યારબાદ વનડે સિરીઝ. 

ટી-20 સિરીઝમાં રમશે નહીં ગેલ
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 અને 4 ઓગસ્ટથી ફ્લોરિડાના કાઉન્ટી સ્ટેડિયમમાં રમાનારી ટી20 મેચોથી શરૂ થશે. ત્યારબાદ અંતિમ ટી20 મેચ ગુયાનામાં રમાશે. પરંતુ ટી20 સિરીઝમાં ગેલ રમશે નહીં. તેણે કહ્યું કે, હું ટી20 સિરીઝ રમીશ નહીં. વિશ્વ કપ બાદ આ મારી યોજના છે. ત્યારબાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે અને પછી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news