સોમવારે સીઓએની બેઠક, હિતોના ટકરાવ સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા
સોમવારે પ્રશાસકોની સમિતિ (સીઓએ) કર્મચારીઓનું મૂલ્યાંકન અને હિતોના ટકરાવ સહિત અન્ય મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે. કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામીને સત્તાવાર રૂપથી નવી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)માં સામેલ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ) સોમવારે અહીં બેઠક કરશે. આ બેઠક દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના કર્મચારીઓનું મૂલ્યાંકન અને ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઓએ) દ્વારા ઉઠાવવામાં આવેલા હિતોના ટકરાવના મુદ્દા પર મહત્વની ચર્ચા થશે. કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામીને સત્તાવાર રૂપથી નવી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)માં સામેલ કરવામાં આવ્યા છે અને સીઈઓ રાહુલ જૌહરીએ તેમને કહ્યું કે, કોઈપણ મતભેદ પર તે પોતાનો નિર્ણય સંભળાવે.
તેમણે આ મેલનો જવાબ પણ આપ્યો છે અને હવે નિર્ણય સીઓએ અને બીસીસીઆઈની કાયદાકીય ટીમને કરવાનો છે. પરંતુ આશા છે કે કાયદાકીય ટીમ શરૂઆતમાં મેલની તપાસ કરશે, પરંતુ કોઈપણ શંકાની સ્થિતિમાં અંતમાં તે એથિક્સ ઓફિસર ડીકે જૈનની પાસે જશે. બીસીસીઆઈના એક અધિકારીએ આઈએએનએસને જણાવ્યું, સીઓએ પોતાની આગામી બેઠકમાં કાયદાકીય ટીમની સાથે આ ત્રણેય જવાબ પર ચર્ચા કરશે અને સાથે તે વાત પર ચર્ચા કરશે કે ભવિષ્યમાં તેના પર શું નિર્ણય કરવામાં આવે. જો કાયદાકીય ટીમને લાગે છે કે, હિતોના ટકરાવનો મામલો નથી તો નિયુક્તિ યથાવત રહેશે બાકી એથિક્સ ઓફિસર તેમાં દખલ દેશે.
બીસીસીઆઈનું બંધારણ કહે છે કે એક વ્યક્તિ એક પદ પર રહેવો જોઈએ જો આ મામલો છે તો સીએસીના ત્રણ સભ્યો હિતોના ટકરાવમાં આવી શકે છે. કપિલ ઈન્ડિયન ક્રિકેટર એસોસિએશન (આઈએસી)ના ડાયરેક્ટર છે, અશુંમાન ગાયકવાડ ઘણા વર્ષોથી બીસીસીઆઈની અલગ-અલગ સમિતિઓમાં રહ્યાં છે અને હવે તે બીસીસીઆઈના એફિલિએશન સમિતિના સભ્ય પણ છે. શાંથા પણ આઈસીએની ડાયરેક્ટર છે.
બીસીસીઆઈના કર્મચારીઓના વેતન પર પણ મહત્વની ચર્ચા થશે. છેલ્લી બેઠકમાં ઘણો હંગામો થયો હતો અને તેનું કારણ હતું સીઈઓ દ્વારા આઈપીએલ સીઓઓ હેમાંગ અમીનના સ્થાને સીએફઓ સંતોષ રંગનેકરને મહત્વ આપવું.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, 'એવું લાગે છે કે સીઈઓ અને સીએફઓ ફાસ્ટ બોલરની જેમ એક સાથે શિકાર કરવા ઈચ્છે છે. તેથી પહેલા સીએફઓએ તે નક્કી કરે છે કે તે એક શાનદાર રજૂઆત કરે સીઈઓને ફાયદો થાય અને સીઈઓ હવે સીએફઓને આઈપીએલ સીઓઓથી પહેલા પ્રમોટ કરવા માટે ભાર આપી રહ્યાં છે. તે ભૂલ રહ્યાં છે કે આઈપીએલ સીઓઓનું કામ બધાને દેખાઈ રહ્યું છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે સોમવારે આ મામલો કેમ સામે આવે છે કારણ કે જોહરી સીએફઓની સાથે અમેરિકામાં છે અને બેઠકમાં લગભગ સામેલ ન થાય.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે