હાર્દિક પંડ્યા પહેલીવાર મળ્યા પોતાના સાસરીયાઓને, ઓલરાઉન્ડરે શેર કર્યો ઇમોશનલ VIDEO
વીડિયોમાં તમે જોઇ શકો છો કે હાર્દિક પોતાની સાસુ રેડમિલા અસ્ટેનકોવિકને મળ્યા, ત્મણે થોડી સેકન્ડ માટે એકબીજાને ગળે લગાવ્યા.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા બાદ પહેલીવાર થોડા સમય પહેલાં હાર્દિક પોતાના સાસરીયાઓને મળ્યા. પત્ની અને અભિનેત્રીએ પોતના કેમેરામાં આ સુંદર પળને કેદ કરી. હવે ઘણા દિવસો પછી હાર્દિક પંડ્યાએ આ ઇમોશન વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
હાર્દિક પંડ્યા દ્રારા શેર કરવામાં આવેલો આ વીડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે હાર્દિક ફક્ત એક બિંદાસ પતિ જ નહી, પરંતુ ફેમિલીમેન પણ છે. 2020 માં કોવિડ 19 દરમિયાન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. આ કપલે 31 મે 2020 ના રોજ નતાશાની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા. ત્યારબાદ 30 જુલાઇ 2020 ના રોજ તેમને પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મ થયો.
તમને જણાવી દઇએ કે હાર્દિક દ્રારા શેર કરવામાં આવેલા આ વીડિયોને નતાશાએ પણ પોતાના યૂટ્યૂબ ચેનલ વડે શેર કર્યા હતા. આ દરમિયાન નતાશા સેંટોરિની, ગ્રીસમાં પોતાના
From video and phone calls to finally meeting in person, wonderful to meet Nats’ (and now my) family for the first time. Grateful for moments like these ❤️ pic.twitter.com/ZrPcxJsUHr
— hardik pandya (@hardikpandya7) September 26, 2022
પરિવાર સાથે રજાઓ માણી રહી હતી. એશિયા કપ 2022 બાદ અને ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલાં હાર્દિકે નતાશા અને તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો .
વીડિયોમાં તમે જોઇ શકો છો કે હાર્દિક પોતાની સાસુ રેડમિલા અસ્ટેનકોવિકને મળ્યા, ત્મણે થોડી સેકન્ડ માટે એકબીજાને ગળે લગાવ્યા. વીડિયોમાં આગળ હાર્દિક પોતાના સસરા ગોરાન સ્ટેનકોવિકને મળવા લઇ ગયા. તો એ એકદમ આશ્વર્યચકિત થઇ ગયા. જોકે હાર્દિકના આવવાના સમાચાર તેમના સાસરીપક્ષને ન હતી. એવામાં અચાનક પહેલીવાર હાર્દિકને આમને સામને મળતા બધા આશ્વર્યમાં પડી ગયા અને સાથે ઇમોશનલ પણ જોવા મળ્યા. હવે હાર્દિકે આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરતાં કેપ્શન આપી છે- વીડિયો અને ફોન કોલથી માંડીને વ્યક્તિગત રૂપથી મળવાની તક. પહેલીવાર નેટ્સ (અને હવે મારા) પરિવાર સાથે મળીને ખૂબ સારું લાગી રહ્યું છે. આવી ક્ષણો માટે આભારી છું. #Throwback
હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક અને તેમના માતા-પિતાની સાથે ગ્રીસના સેંટોરિનીમાં થોડા દિવસો વિતાવ્યા. સુંદર સૂર્યાસ્તનો આનંદ લેવાથી માંડીને દુનિયાના પ્રસિદ્ધ પ્રાકૃતિક અજૂબાનો આનંદ માણવા સુધી નતાશાએ હાર્દિક અને પુત્ર અગસ્ત્ય સાથે તે ટ્રિપની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી. રજાઓ અને રોમેન્ટિક ડેટ્સ નાઇટ્સ પર જવા ઉપરાંત, નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા પોત પોતાના કેરિયરમાં એકબીજાને પ્રેરિત કરવાની કોઇ તક છોડતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે