માત્ર 21 વર્ષની ઉંમરે મોજશોખ કરવા 9થી વધુ જગ્યાએ ચોરી કરી, સુરત પોલીસે આરોપીને ઝડપ્યો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો.
 

માત્ર 21 વર્ષની ઉંમરે મોજશોખ કરવા 9થી વધુ જગ્યાએ ચોરી કરી, સુરત પોલીસે આરોપીને ઝડપ્યો

ચેતન પટેલ સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં થોડા સમય પહેલા ટ્રાવેલ્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે સીસીટીવી મદદથી આ રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ રીઢા આરોપીએ અત્યાર સુધી નવથી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોલીસને જે જાણકારી મેળી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ચોરી કરનારનું નામ મોહમ્મદ સલમાન ઉર્ફે મુસા હતું, એની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ ઉંમરે વેપાર ધંધો કે નોકરી કરવાની બદલે યુવક ઝડપી રૂપિયા ભેગા કરવાની લાયમાં ચોરીના રવાડે ચડી ગયો છે. જીવનના મોજ શોખ પૂરા કરવા ચોરીનો રસ્તો તેને વધુ સરળ લાગ્યો પરંતુ કહેવાય છે ને કે ખોટા રસ્તાનું અંજામ પણ ખોટું જ આવે છે. તેવી જ રીતે ટૂંકા સમયમાં રૂપિયા કમાવાની લાઇનમાં ચોરી કરનાર મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને આખરે રાંદેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં મોજશોખ માટે નાની ઉમરથી જ ચોરીના રવાડે ચડેલા યુવક દ્વારા રાંદેર વિસ્તારમાં આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 

ટ્રાવેલ્સની ઓફિસ બંધ હતી તે દરમિયાન યુવક ઓફિસના દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખ ચોરી કરી ત્યાંથી ફરાર ગયો હતો. ઘટનાની જાણ ઓફિસ માલિકને થતા ઘટના અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા લઇ ભાગતો ચોર યુવકના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ટ્રાવેલની ઓફિસની બિલ્ડીંગના સીસીટીવીમાં ચોર યુવક થેલીમાં રૂપિયા લઇ ભાગતો હોવાનું જણાય આવ્યું હતું. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા.

રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના તપાસ તેજ કરી હતી. આ દરમિયાન પોલીસની ટીમ દ્વારા મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો. મહમદ સલમાનની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જીવનના મોજ શોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી જ ચોરી ના રવાડે ચડ્યો હતો. આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસને ચોરી માટે પસંદ કરતો હતો. દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો. પોલીસે આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ મહંમદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news