સ્મૃતિ મંધાનાનો વધુ એક રેકોર્ડ, ટી-20માં બની ભારતની સૌથી યુવા કેપ્ટન
ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે.
Trending Photos
ગુવાહાટીઃ સોમવારે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ટોસ માટે ઉતરરા સ્મૃતિ મંધાનાએ મોટી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. મહિલા કે પુરૂષ, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન બની ગઈ છે. મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે.
સૌથી નાની ઉંમરના પુરૂષ કેપ્ટનની વાત કરીએ તો સુરેશ રૈનાએ 23 વર્ષ 197 દિવસની ઉંમરમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (2010) બન્યો હતો. જ્યારે મહિલાઓમાં હરમનપ્રીત કૌરે 23 વર્ષ 237 દિવસની ઉંમરમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી.
Captain @mandhana_smriti calls it right and India have opted to bowl first. The coin rolled a long distance.😄 #INDvENG pic.twitter.com/t0cCMe22BL
— BCCI Women (@BCCIWomen) March 4, 2019
ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરમાં ભારતીય ટીમની આગેવાની (મહિલા-પુરૂષ)
22 વર્ષ 229 દિવસ - સ્મૃતિ મંધાના
23 વર્ષ 197 દિવસ - સુરેશ રૈના
23 વર્ષ 237 દિવસ - હરમનપ્રીત કૌર
ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું સુકાન મળ્યું છે. નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર બહાર થવાને કારણે તેને તક મળી છે. હરમનપ્રીતને પગની ઘૂંટીની ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝમાં પણ બહાર રહી હતી.
આ સિરીઝ ભારતને આગામી વર્ષે યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલા ટીમના મુખ્ય ખેલાડીઓને તપાસવાની તક હશે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે