CWG 2018: પેરા સ્પોર્ટમાં ભારતે પ્રથમવાર જીત્યો મેડલ, સચિન ચૌધરીએ રચ્યો ઈતિહાસ
અત્યાર સુધી પેરા સ્પોર્ટમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કોઈ મેડલ પ્રાપ્ત થયો ન હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સ 2018માં પ્રથમવાર ભારતે પેરા સ્પોર્ટમાં કોઈ મેડલ મેળવ્યો છે. પેરા વેઇટ લિફ્ટર સચિન ચૌધરીએ પાવર લિફ્ટિંગ પુરૂષ હેવીવેટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહત્વનું છે કે, ગત તમામ રાષ્ટ્રમંડળ ગેમ્સની તુલનામાં આ વખતે ગોલ્ડ કોસ્ટમાં રમાઇ રહેલી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-એશલીટ માટે સૌથી વધુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, આ વખતે પેરા-એથલીટ માટે 38 સ્પર્ધાઓ યોજાશે. જે 2014માં ગ્લાસ્ગોમાં થયેલી રાષ્ટ્રમંડળ ગેમ્સ કરતા 78 ટકા વધુ છે. આ 38 પ્રતિસ્પર્ધાઓનું આયોજન સાત સ્પર્ધાઓ એથલેટિક્સ, ટ્રેક સાઇકલિંગ, સ્વીમિંગ, વેઇટ લિફ્ટિંગ, ટેબલ ટેનિસ અને લોન બોલ્,માં થશે. આ સિવાય પ્રથમ વખત ટ્રાયથ્લનમાં પણ પેરા-એથલીટ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
મૈત્રીને મહિલા સિંગલ વર્ગના ગ્રુપ-1માં મળી હાર
ભારતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી મૈત્રી સરકારને અહીં જારી 21મી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મંગળવારે છઠ્ઠા દિવસે મહિલાઓની ટીટી 6-10 સિંગલ ગ્રુપ-1માં હારનો સામનો કરવો પડ્યો છે. મૈત્રીને ઓક્સનફોર્ડ સ્ટૂડિયોઝમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની મેલિસા ટૈપરે હરાવી. મૈલિસાએ મૈત્રીને સીધા સેટમાં 11-3. 11-1. 11-3થી પરાજય આપ્યો. મૈત્રીને ભલે આ મેચમાં હાર મળી હોય પરંતુ તેની સ્પર્ધા સમાપ્ત થઈ નથી. મૈત્રીનો સામનો 11 એપ્રિલે આ સ્પર્ધાના ગ્રુપ-1માં જ પાપુઆ ન્યૂ ગિનીની વેરો નીમે સાથે થશે. ગુરૂવારે તેની ટક્કર ઈંગ્લેન્ડની ફેલિસિટી પિકાર્ડ સામે થશે.
મેડલ ચૂકી સકીના
ભારતની પેરા વેઇટ લિફ્ટર સકીના ખાતૂન અહીં જારી 21મી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મંગળવારે છઠ્ઠા દિવસે મહિલાઓની પેરા વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મેડલ ચૂકી ગઈ હતી. સકીનાને આ સ્પર્ધામાં પાચમું સ્થાન મળ્યું. તેને 93.2 અંક મળ્યા હતા. સકીનાએ પ્રથમ પ્રયાસમાં 82 કિલો વજન ઉપાડવામાં સફળતા મેળવી પરંતુ તે બીજા અને ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ રહી હતી.
ફરમાન બાસહાને મળી નિરાશા
ભારતની પેરા વેઇટ લિફ્ટર ફરમાન બાસહાને અહીં મંગળવારે નિરાશા મલી હતીફરમાને આ સ્પર્ધામાં પાચમું સ્થાન મેળવતા તે મેડલ ચૂકી ગઈ હતી. ભારતીય પેરા વેઇટ લિફ્ટિંગમાં ફરમાનનું પ્રદર્શન નિષ્ફળ રહ્યું, તે ત્રણમાંથી બે પ્રયાસોમાં અસફળ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે