World Cup 2019મા આ ખાસ મુકામ પર પહોંચ્યો વોર્નર, તોડી શકે છે સચિનનો રેકોર્ડ

વોર્નરે આ વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચોમાં 83.33ની એવરેજથી કુલ 500 રન બનાવ્યા છે. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. આ વિશ્વકપમાં તેનો બેસ્ટ સ્કોર 166 રન છે. 
 

World Cup 2019મા આ ખાસ મુકામ પર પહોંચ્યો વોર્નર, તોડી શકે છે સચિનનો રેકોર્ડ

લંડનઃ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યાં બાદ ઓસ્ટ્રેલિયાન ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર રનનો ભૂખ્યો લાગી રહ્યો છે અને આ વિશ્વકપમાં તે દેખાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ ડેવિડ વોર્નરે પોતાની ટીમ માટે અડધી સદી ફટકારી અને પ્રથમ વિકેટ માટે ફિન્ચ સાથે (123) રનની ભાગીદારી કરી હતી. પોતાની આ ઈનિંગ બાદ વોર્નર હાલના વિશ્વકપમાં 500 રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

વોર્નરના 500 રન પૂરા 
વિશ્વ કપ 2019મા ડેવિડ વોર્નરે પોતાના 500 રન પૂરા કરી લીધા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપની 32મી મેચમાં તેણે આ આંકડો પાર કર્યો અને 61 બોલ પર 53 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં વોર્નર 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વોર્નરે આ વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચોમાં 83.33ની એવરેજથી કુલ 500 રન બનાવ્યા છે. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. આ વિશ્વકપમાં તેનો બેસ્ટ સ્કોર 166 રન છે. 

તૂટી શકે છે સચિનનો રેકોર્ડ 
વિશ્વકપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્ષ 2003ના વિશ્વકપમાં કુલ 673 રન બનાવ્યા હતા અને ગોલ્ડન બેટ જીત્યું હતું. ત્યારથી વિશ્વકપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે, પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે આ રેકોર્ડ તૂટી શકે છે. વોર્નર સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચ પાસે પણ સચિનનો રેકોર્ડ તોડવાની તક છે. તે પણ આ વિશ્વકપમાં 500 રનની નજીક પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news