ભારત અને પાક વચ્ચે ડેવિસ કપ મુકાબલો હવે નૂર સુલ્તાનમાં રમાશે

ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ડેવિસ કપ મુકાબલો નૂર સુલ્તાનમાં રમશે. આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે કઝાખસ્તાનની રાજધાનીમાં આ મુકાબલાની યજમાની સોંપીને સ્થળને લઈને અનિશ્ચિતતાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. 


 

ભારત અને પાક વચ્ચે ડેવિસ કપ મુકાબલો હવે નૂર સુલ્તાનમાં રમાશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ડેવિસ કપ (davis cup) મુકાબલો નૂર સુલ્તાનમાં (nur-sultan) રમશે. આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે કઝાખસ્તાનની રાજધાનીને આ મુકાબલાની યજમાની સોંપીને સ્થલને લઈને અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે. આઈટીએફના સ્વતંત્ર ટ્રિબ્યૂનલે ચાર નવેમ્બરે ડેવિસ કપ (davis cup) સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય પર મંજૂરી આપી કે આ મુકાબલો તટસ્થ સ્થાન પર રમાવો જોઈએ. 

પાકિસ્તાન ટેનિસે મહાસંઘના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભારતીય તીર્થયાત્રી કોઈ સુરક્ષાના ખતરા વિના પાકિસ્તાન જઈ શકે છે તો ભારતીય ટીમ ઇસ્લામાબાદમાં મેચ કેમ ન રમી શકે. એઆઈટીએના સીઈઓ અખૂરી વિશ્વદીપે કહ્યું, 'આઈપીએફે અમને જણાવ્યું કે, મુકાબલો નૂર સુલ્તાનમાં રમાશે. અમને નથી ખ્યાલ કે પીટીએફની અપીલ ફગાવાય કે નહીં. અમને મોડી રાત્રે મળેલી માહિતીમાં નવા સ્થળ વિશે જાણકારી આપવામાં આવી હતી.'

મુકાબલો 29-30 નવેમ્બરે રમાવાનો છે. પહેલા સપ્ટેમ્બરમાં રમાવાનો હતો, પરંતુ ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા ભારતે તેને તટસ્થ સ્થળ પર આયોજીત કરવાની માગ કરી હતી. ભારતે પોતાની  મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે, કારણ કે પાકિસ્તાન જવાથી ઇનકાર કરનાર તમામ ટોચના ખેલાડીઓ તટસ્થ સ્થળ પર રમવા તૈયાર હતા. 

ભારતીય ટીમની આગેવાની સુમિત નાગલ અને રામકુમાર રામનાથન કરશે, જ્યારે લિએન્ડર પેસ અને જીવન નેદુચેઝિયાન ડબલમાં રમશે. રોહન બોપન્ના ખભાની ઈજાને કારણે ખસી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news