'મારા પર થૂંક્યો હતો વિરાટ, 2 વર્ષ બાદ માંગી માફી...' સા.આફ્રીકાના દિગ્ગજનો દાવો

Virat Kohli spat at me: એલ્ગરે દાવો કર્યો હતો કે તેણે કોહલીની ગંદી ગાળ આપીને બદલો લીધો હતો. જ્યારે પોડકાસ્ટ હોસ્ટે એલ્ગરને પૂછ્યું કે શું કોહલી તેમના શબ્દોનો અર્થ સમજી શક્યા છે, તો તેમણે કહ્યું, 'હા, તે સમજી ગયો હશે, કારણ કે (એબી) ડી વિલિયર્સ આરસીબીમાં તેનો સાથી હતો. 

'મારા પર થૂંક્યો હતો વિરાટ, 2 વર્ષ બાદ માંગી માફી...' સા.આફ્રીકાના દિગ્ગજનો દાવો

Dean Elgar on Virat Kohli: મેદાન પર એટેકિંગ મોડમાં રહેલા વિરાટ કોહલીને લઈને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડીન એલ્ગરે (Dean Elgar) મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે ટેસ્ટ મેચ દરમિયાન વિરાટે તેના પર થૂંક્યું હતું. ત્યારબાદ એબી ડી વિલિયર્સના કહેવા પર તેણે 2 વર્ષ બાદ માફી માંગી હતી.

એલ્ગરનો મોટો દાવો
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડીન એલ્ગરે (Dean Elgar) દાવો કર્યો છે કે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ મેચ દરમિયાન તેના પર થૂંક્યું હતું. ત્યારબાદ બે વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના સાથી એબી ડી વિલિયર્સ (AB Devilliers) ના કહેવા પર તેણે એલ્ગરની માફી માંગી હતી.

2015ની ઘટના?
ડીન એલ્ગરે ડિસેમ્બરમાં ઘરઆંગણે ભારત સામે દક્ષિણ આફ્રિકાની બે ટેસ્ટ મેચની સીરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) ની ગેરહાજરીમાં તેણે આ મેચમાં ટીમની કમાન સંભાળી હતી. જો કે તેણે તે સીરીઝનો ઉલ્લેખ કર્યો ન હતો જેમાં આ ઘટના બની હતી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના વર્ષ 2015માં દક્ષિણ આફ્રિકાના ભારતના પ્રવાસ સાથે સંબંધિત હોઈ શકે છે.

કોહલી-અશ્વિન સાથે તકરાર!
પોડકાસ્ટ પર આ માહિતી શેર કરતી વખતે એલ્ગરે એમ પણ કહ્યું હતું કે કોહલી અને રવિચંદ્રન અશ્વિન સાથે તેની તકરાર થઈ હતી. આ પોડકાસ્ટમાં તેની સાથે પૂર્વ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ અને રગ્બી પ્લેયર જીન ડી વિલિયર્સ પણ હાજર હતા.

'કોહલી મારા પર થૂંક્યો..'
એલ્ગરે કહ્યું, 'ભારતની તે પીચ મજાક જેવી હતી. જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે મને લાગ્યું કે અશ્વિન અને 'શું નામ છે તેમનું જાડેજા...જા જા જાજેજા (કોઇએ પાછળથી કહ્યું જાડેજા) વિરૂદ્ધ પોતાનો બચાવ કરી રહ્યું છું અને કોહલી મારા ઉપર થૂંક્યો. 

કોહલીને ગાળ આપી
એલ્ગરે દાવો કર્યો હતો કે તેણે કોહલીની ગંદી ગાળ આપીને બદલો લીધો હતો. જ્યારે પોડકાસ્ટ હોસ્ટે એલ્ગરને પૂછ્યું કે શું કોહલી તેમના શબ્દોનો અર્થ સમજી શક્યા છે, તો તેમણે કહ્યું, 'હા, તે સમજી ગયો હશે, કારણ કે (એબી) ડી વિલિયર્સ આરસીબીમાં તેનો સાથી હતો. મેં કહ્યું- જો તમે આ કરશો, તો હું તમને નેસ્તનાબૂદ કરી નાખીશ.

પછી મેં એબી સાથે વાત કરી
દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ઓપનરે કહ્યું કે જ્યારે ડી વિલિયર્સને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે આ મામલો તેના મિત્ર અને RCB ટીમના સાથી સાથે ઉઠાવ્યો. ડી વિલિયર્સે કોહલી સાથે આ ઘટના અંગે ક્યારે ચર્ચા કરી તે એલ્ગરે જણાવ્યું નથી.

2 વર્ષ પછી માફી માંગી
એલ્ગરે કહ્યું, 'આમ પણ મને અહેસાસ થયો કે ડિવિલિયર્સને ખબર પડી ગઇ કે વિરાટે શું કર્યું છે અને તેમને પાસે ગયા અને કહ્યું - દોસ્ત, તું મારી ટીમના સાથી પર કેમ થૂંકી રહ્યો છે? આ યોગ્ય નથી. બે વર્ષ પછી, તેણે (કોહલી) મને દક્ષિણ આફ્રિકામાં એક મેચ દરમિયાન એક બાજુ બોલાવ્યો અને પૂછ્યું, 'શું આપણે સીરીઝના અંતે ડ્રિંક માટે જઈ શકીએ?' એલ્ગરના જણાવ્યા અનુસાર, 'કોહલીએ કહ્યું- હું મારા કાર્યો માટે માફી માંગવા માંગવા ઇચ્છું છું.'

ડ્રિંક્સ દરમિયાન વિરાટે માંગી હતી માફી 
એલ્ગરે દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં બનેલી આ ઘટનાના બે વર્ષ બાદ વિરાટે માફી માંગી હતી અને પૂછ્યું હતું કે શું આપણે આ સીરીઝ પછી સાથે ડ્રિંક કરી શકીએ? તેણે કહ્યું- અમે સવારના ત્રણ વાગ્યા સુધી સાથે હતા. આ એ સમય છે જ્યારે વિરાટ દારૂ પીતો હતો. સ્વાભાવિક છે કે તે હવે થોડો બદલાઈ ગયો છે.

ટેસ્ટ મેચ પછી ગળે લગાવ્યા
એલ્ગરને પૂછવામાં આવ્યું કે તે કોહલી અને અશ્વિન જેવા ખેલાડીઓ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા માટે તેની અંતિમ ટેસ્ટ રમીને કેવું લાગ્યું, એલ્ગરે જવાબ આપ્યો, 'ફેન્ટાસ્ટિક.' ડિસેમ્બર 2023માં કેપટાઉનમાં તેની અંતિમ ટેસ્ટ ઇનિંગ્સમાં એલ્ગરનો બેટથી કેચ વિકેટ લીધા પછી કોહલીએ જશ્ન મનાવ્યો ન હોતો. અને પેવેલિયનમાં પરત ફરતી વખતે તેને ગળે લગાડ્યો. કોહલીએ તેને તેની એક ટેસ્ટ જર્સી પણ ભેટમાં આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news