સમુદ્રની સફરે નિકળ્યું દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ, સુવિધાઓ બેશુમાર, જુઓ તસવીરો

Royal Caribbean Cruise: વિશ્વના સૌથી મોટા ક્રુઝ જહાજે મિયામી બંદરથી તેની પ્રથમ સફર શરૂ કરી છે. આ જહાજ ટાઇટેનિક કરતાં પણ ઘણું મોટું છે. આવો અમે તમને બતાવીએ આ ક્રૂઝની અદભૂત તસવીરો.

સમુદ્રની સફરે નિકળ્યું દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ, સુવિધાઓ બેશુમાર, જુઓ તસવીરો

World biggest Cruise Ship: વિશ્વના સૌથી મોટા ક્રુઝ શિપે શનિવારે મિયામી બંદરથી તેની પ્રથમ સફર શરૂ કરી. રોયલ કેરેબિયન ગ્રૂપનું ક્રૂઝ શિપ 'આઇકોન ઓફ ધ સીઝ' દક્ષિણ ફ્લોરિડાથી ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેની પ્રથમ સાત દિવસની ટાપુની સફર માટે રવાના થયું છે.

આ જહાજ એક છેડાથી બીજા છેડા સુધી 1200 ફૂટ (365 મીટર) લાંબુ છે. સુપ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની હાજરીમાં મંગળવારે જહાજનું ઔપચારિક નામકરણ કરવામાં આવ્યું હતું.

રોયલ કેરેબિયન ગ્રૂપના ચેરમેન અને સીઈઓ જેસન લિબર્ટીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, 'આઇકોન ઓફ ધ સીઝ 50થી વધુ વર્ષોથી જોયેલા સપનાનું પરિણામ છે. જેનો હેતુ દુનિયાના સર્વશ્રેષ્ઠ વેકેશન અનુભવને જવાબદારીપૂર્ણ રીતે પુરી પાડવાનો છે. 

તેમણે કહ્યું કે આ ક્રૂઝ શિપ પર તમામ વયજૂથના લોકો મુસાફરીનો આનંદ માણી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2022માં જ્યારે 'આઇકન ઓફ ધ સીઝ'નું પ્રથમવાર અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારે રોયલ કેરેબિયનના તત્કાલીન 53 વર્ષના ઈતિહાસમાં જહાજે એક જ દિવસમાં તેની સફર માટે સૌથી વધુ બુકિંગ નોંધાવ્યા હતા.

'આઇકન ઓફ ધ સીઝ' 20 ડેક પર આઠ વિભાગોમાં વહેંચાયેલું છે. આ જહાજમાં છ 'વોટરસ્લાઈડ્સ', સાત સ્વિમિંગ પૂલ, એક આઈસ-સ્કેટિંગ રિંક, એક થિયેટર અને 40 થી વધુ રેસ્ટોરાં અને બારનો સમાવેશ થાય છે. આ જહાજ 2,350 ક્રૂ સભ્યો સાથે વધુમાં વધુ 7,600 મુસાફરોને લઈ જઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news