DC vs CSK : ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત ફાઇનલમાં, દિલ્હીને મળશે વધુ એક તક

આઈપીએલમાં હવે પ્લેઓફના મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. રિષભ પંત અને ધોની વચ્ચે આ મુકાબલો છે. 
 

DC vs CSK : ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત ફાઇનલમાં, દિલ્હીને મળશે વધુ એક તક

દુબઈઃ અનુભવી ચેન્નઈ સુપર કિંગ્સે ધમાકેદાર પ્રદર્શન કરતા ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ક્વોલિફાઇવ-1માં ચેન્નઈએ દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. ધોનીએ 6 બોલમાં અણનમ 18 રન બનાવી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. 

DC vs CSK ક્વોલિફાયર-1 Live અપડેટ્સ

ચેન્નઈ 9મી વાર ફાઇનલમાં
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલમાં પોતાનો દબદબો જાળવી રાખતા 9મી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

શાર્દુલ ઠાકુર આઉટ
ટોમ કરને દિલ્હીને એક ઓવરમાં બીજી સફળતા અપાવી છે. શાર્દુલ ઠાકુર શૂન્ય રને આઉટ થયો છે. 

રુતુરાજ ગાયકવાડની અડધી સદી
ચેન્નઈના ઓપનર રુતુરાજ ગાયકવાડે આઈપીએલ-2021માં પોતાની ચોથી અડધી સદી પૂરી કરી છે. ગાયકવાડે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

રોબિન ઉથપ્પા આઉટ
દિલ્હી કેપિટલ્સને આખરે બીજી સફળતા મળી છે. રોબિન ઉથપ્પા 44 બોલમાં સાત ફોર અને બે સિક્સ સાથે 63 રન બનાવી ટોમ કરનનો શિકાર બન્યો છે. ઉથપ્પા અને ગાયકવાડ વચ્ચે બીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી થઈ છે. 

10 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 81/1
10 ઓવર બાદ ચેન્નઈએ 81 રન બનાવી લીધા છે. રોબિન ઉથપ્પા 51 અને ગાયકવાડ 29 રન બનાવી ક્રીઝ પર છે. 

રોબિન ઉથપ્પાની અડધી સદી પૂરી
રોબિન ઉથપ્પાએ શાનદાર બેટિંગ કરતા 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઉથપ્પાના આઈપીએલ કરિયરની આ 25મી અડધી સદી છે. 

ચેન્નઈની વિસ્ફોટક શરૂઆત
ચેન્નઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં 1 વિકેટે 59 રન બનાવી લીધા છે. રોબિન ઉથપ્પા 40 અને ગાયકવાડ 16 રન બનાવી ક્રીઝ પર છે. 

ફાફ ડુ પ્લેસિસ આઉટ
એનરિક નોર્ત્જેએ પ્રથમ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ (1)ને બોલ્ડ કરીને દિલ્હીને પ્રથમ સફળતા અપાવી છે. 

ચેન્નઈને મળ્યો173 રનનો લક્ષ્ય
ક્વોલિફાયર-1 મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા છે. દિલ્હી તરફથી રિષભ પંત અને પૃથ્વી શોએ અડધી સદી ફટકારી છે. 

હેટમાયર 37 રન બનાવી આઉટ
શિમરોન હેટમાયરે રિષભ પંત સાથે મળીને દિલ્હીનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. શિમરોન હેટમાયર 37 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. 

પૃથ્વી શોની આક્રમક ઈનિંગનો અંત
દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શોના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. જાડેજાની ઓવરમાં ફાફ ડુપ્લેસિસે બાઉન્ડ્રી પર શાનદાર કેચ ઝડપી દિલ્હીની ઈનિંગનો અંત કર્યો હતો. પૃથ્વી શોએ 34 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 

મોઈન અલીને મળી સફળતા
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી છે. અક્ષર પટેલ 10 રન બનાવી મોઈન અલીનો શિકાર બન્યો છે. 

પૃથ્વી શોની અડધી સદી પૂરી
દિલ્હીના યુવા ઓપનર પૃથ્વી શોએ દમદાર શરૂઆત કરી છે. પૃથ્વીએ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

પાવરપ્લે બાદ દિલ્હીનો સ્કોર 
પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સે 2 વિકેટે 51 રન બનાવ્યા છે. પૃથ્વી શો 43 અને અક્ષર પટેલ 0 રને ક્રિઝ પર છે. 

દિલ્હીએ બીજી વિકેટ ગુમાવી
પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો લાગ્યો છે. જોશ હેઝલવુડે શ્રેયસ અય્યરને 1 રનના સ્કોર પર પેવેલિયન પરત મોકલી આપ્યો છે. 

દિલ્હીના 50 રન પૂરા
દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા છે. પૃથ્વી શો આક્રમક બેટિંગ કરી રહ્યો છે. 

શિખર ધવન ફ્લોપ
દિલ્હી કેપિટલ્સને 36 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો છે. શિખર ધવન 7 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે. 

2 ઓવર બાદ સ્કોર 15/0
દિલ્હી કેપિટલ્સ તરફથી શિખર ધવન અને પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી છે. બંનેએ પ્રથમ બે ઓવરમાં 15 રન બનાવ્યા છે. 

ચેન્નઈએ ટોસ જીત્યો
મહત્વની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

દિલ્હીની ટીમમાં એક ફેરફાર
દિલ્હીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. રિપલ પટેલના સ્થાને ઓલરાઉન્ડર ટોમ કરનને તક આપવામાં આવી છે.

પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિક નોર્ત્જે, ટોમ કરન.

ચેન્નઈ સુપર કિંગ્સઃ રુતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ.

CSK vs DC છેલ્લી 5 મેચનું પરિણામ
4 ઓક્ટોબર, 2021: દિલ્હી કેપિટલ્સ 3 વિકેટે જીત્યું
10 એપ્રિલ, 2021: દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે જીત્યું
17 ઓક્ટોબર, 2020: દિલ્હી કેપિટલ્સ 5 વિકેટે જીત્યું
25 સપ્ટેમ્બર, 2020: દિલ્હી કેપિટલ્સ 44 રનથી જીતી
10 મે, 2019: ચેન્નઈ સુપર કિંગ્સ 6 વિકેટે જીતી

CSK vs DC ઓવરઓલ રેકોર્ડ
કુલ મેચ: 25
ચેન્નઈની જીત - 15
દિલ્હીની જીત - 10

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news