TOKYO OLYMPICS ના આયોજન પાછળ જાપાનને કેટલો ખર્ચ થયો? જાણો કેવી રીતે કરી તૈયારી

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ટોક્યો ઓલિમ્પિક્સને લઈને એક રિસર્ચ કરી છે. આ રિસર્ચનો દાવો છે કે ટોક્યો ઓલિમ્પિક અત્યારસુધીનો સૌથી ખર્ચાળ ઓલિમ્પિક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઈને કોરોનાના કારણે ઓલિમ્પિક ગેમ્સનું પોસ્ટપોન થવું એવા અનેક કારણો છે. જેના કારણે ટોક્યો ઓલિમ્પિક્સ પાછળ જાપાનની સરકારે અધધ ખર્ચ કરવો પડ્યો છે. અને શક્યતા છે કે દેશ આર્થિક સંકટનો સામનો કરવો પડે.

TOKYO OLYMPICS ના આયોજન પાછળ જાપાનને કેટલો ખર્ચ થયો? જાણો કેવી રીતે કરી તૈયારી

યશ કંસારા, અમદાવાદઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ટોક્યો ઓલિમ્પિક્સને લઈને એક રિસર્ચ કરી છે. આ રિસર્ચનો દાવો છે કે ટોક્યો ઓલિમ્પિક અત્યારસુધીનો સૌથી ખર્ચાળ ઓલિમ્પિક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઈને કોરોનાના કારણે ઓલિમ્પિક ગેમ્સનું પોસ્ટપોન થવું એવા અનેક કારણો છે. જેના કારણે ટોક્યો ઓલિમ્પિક્સ પાછળ જાપાનની સરકારે અધધ ખર્ચ કરવો પડ્યો છે. અને શક્યતા છે કે દેશ આર્થિક સંકટનો સામનો કરવો પડે.

અપેક્ષિત ખર્ચ સામે વાસ્તવિક ખર્ચઃ
વર્ષ 2013માં દેશમાં ઓલિમ્પિક્સના આયોજન માટે જાપાનની સરકારે બોલી લગાવી હતી. તેમણે જે તે સમયે અંદાજો લગાવ્યો હતો કે ઓલિમ્પિક્સની રમતો પાછળ 7.3 બિલિયન ડોલરનો ખર્ચ થશે એટલે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. જેમાં માત્ર બોલી લગાવવાની કન્સલટન્સી માટે જાપાની સરકારે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ, જ્યારથી તૈયારીની શરૂઆત કરવામાં આવી. ત્યારથી જ અપેક્ષિત ખર્ચની રકમ વધવા લાગી. ગત વર્ષે એટલે 2020માં ઓલિમ્પિક્સ પોસ્ટપોન થવા પહેલાં અપેક્ષિત ખર્ચ 12.6 બિલિયન ડોલરે એટલે 900 કરોડ રૂપિયાથી વધુનો આંકવામાં આવ્યો હતો. જ્યારે, કોરોનાના કારણે ઓલિમ્પિક ગેમ્સ 1 વર્ષ માટે પોસ્ટપોન થઈ. જેના પગલે ઓલિમ્પિક ગેમ્સ ખર્ચ પાછળ 2.8 બિલિયન ડોલર એટલે બીજા 200 જેટલા કરોડનો વધારો થયો. એટલે હવે ટોક્યો ઓલિમ્પિક પાછળ સંભવિત 15.4 બિલિયન ડોલરનો ખર્ચ થશે. જો ભારતીય કરન્સીમાં વાત કરીએ તો આ ખર્ચ 1,100 કરોડ રૂપિયાથી વધુનો થશે.

કેવી રીતે જાપાન સરકાર ઓલિમ્પિકમાંથી કરશે કમાણી?
ઓલિમ્પિક ગેમ્સમાં આ વખતે દર્શકોની હાજરી નહીં હોય. જેના કારણે ટિકિટ વેંચાણ નહીં કરવામાં આવે. જેના પગલે 800 મિલિયન ડોલરનું એટલે 590 કરોડ રૂપિયાથી વધુનું ઓલિમ્પિક કમિટીને સીધુ નુક્સાન થશે.
ઓલિમ્પિક કમિટી 60 કંપનીઓ પાસેથી 3 બિલિયન ડોલર એટલે 230 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે. જ્યારે, 200 મિલિયન ડોલર એટલે કે 140 કરોડ રૂપિયાથી વધુ સ્પોન્સર્સ પાસેથી મેળવશે. જ્યારે, 2 બિલિયન ડોલર એટલે 150 કરોડથી વધુ રૂપિયાનું ટોક્યો ઓલિમ્પિક્સનું ઈન્સ્યોરન્સ છે. જ્યારે, ઓલિમ્પિક કમિટીને ટેલિવિઝન રાઈટ્સમાંથી 3 બિલિયન ડોલર એટલે 230 કરોડ રૂપિયાથી વધુની આવક કરશે. ત્યારે, ઓલિમ્પિક કમિટીતો કમાણી કરશે પણ જાપાન સરકાર કેવી રીત કમાણી કરશે તે એક સવાલ છે.

ઓલિમ્પિક ગેમ્સની જાપાનની અર્થવ્યવસ્થા પર અસરઃ
જ્યારે, તમામ ઓલિમ્પિક ગેમ્સથી ઓલિમ્પિકની હોસ્ટિંગ કમિટીની અત્યારસુધીમાં સારી એવી કમાણી થઈ છે. ત્યારે, 1984ના ઓલિમ્પિક્સ સિવાય અન્ય તમામ ઓલિમ્પિકની મેજબાની કરતા દેશને આર્થિક નુકસાન જ થયું છે. રિયો, સોચી, એથ્ન્સ અને મોન્ટરિયલ ઓલિમ્પિક્સ તેમના દેશ માટે સૌથી મોટું આર્થિક સંકટ સાબિત થયું. કેમ કે આ દેશો ઓલિમ્પિકના કારણે અબજો રૂપિયાના દેવામાં ઉતરી ગયા હતા અને કેટલાક દેશો હજુ સુધી દેવામાંથી ઉભરી નથી શક્યા. જાપાનની આર્થિક વ્યવસ્થા પણ કઈ અલગ નથી. જાપાને કોરોના SOPને જાળવી રાખવા માટે 900 કરોડ મિલિયન ડોલર એટલે કે 620 કરોજ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ત્યારે, આ ઓલિમ્પિકના કારણે જાપાનની સરકારને આર્થિક સંકટનો સામનો કરવો પડે તેવું હાલ લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news