IPL 2023 માં નહીં રમે આ સ્ટાર ખેલાડી, અચાનક લીધો મોટો નિર્ણય

T20 World Cup 2022 પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સની નજર આઈપીએલ 2023 માટે યોજાનારી હરાજી પર ટકેલી છે. પરંતુ આ પહેલાં એક સ્ટાર ખેલાડીએ આઈપીએલ 2023 ન રમવાનો નિર્ણય લીધો છે. 

IPL 2023 માં નહીં રમે આ સ્ટાર ખેલાડી, અચાનક લીધો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ IPL 2023 Retention: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. અહીં રમીને ઘણા ખેલાડીઓ પોતાનું કરિયર બનાવે છે. આઈપીએલમાં રમીને ક્રિકેટરને પૈસા અને ઓળખ મળે છે. આઈપીએલ 2023 માટે મિની ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં થવાનું છે, પરંતુ હવે ક્રિકેટ ફેન્સને નિરાશ કરતા સમાચાર આવી રહ્યાં છે. એક સ્ટાર ખેલાડીએ આઈપીએલની આગામી સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. 

આ ખેલાડીએ લીધો મોટો નિર્ણય
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટર સેમ બિલિંગ્સે લાંબા ફોર્મેટના ક્રિકેટ પર ધ્યાન આપવા માટે આગામી વર્ષે રમાનાર આઈપીએલમાંથી હટવાનો નિર્ણય લીધો છે. બિલિંગ્સને આ વર્ષે આઈપીએલમાં કોલકત્તા માટે 8 મેચ રમી હતી, જેમાં તેણે 169 રન બનાવ્યા હતા. તેણે 2016માં આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચુક્યો છે. 

સેમ બિલિંગ્સે આપ્યું નિવેદન
સેમ બિલિંગ્સે ટ્વીટ કર્યું- મેં એક આકરો નિર્ણય લીધો છે. હું આગામી આઈપીએલમાં રમીશ નહીં. હું ઈંગ્લેન્ડમાં ગરમીઓના સત્રમાં કેન્ટ માટે લાંબા ફોર્મેટની રમતમાં ધ્યાન આપવા ઈચ્છુ છું. તેણે કહ્યું- મને તક આપવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સનો આભાર. મેં તેની સાથે પસાર કરેલી દરેક ક્ષણનો આનંદ લીધો. આશા છે કે ભવિષ્યમાં ફરી તમારા માટે રમીશ.

Looking to focus on longer format cricket at the start of the English summer with @kentcricket pic.twitter.com/7yeqcf9yi8

— Sam Billings (@sambillings) November 14, 2022

વિસ્ફોટક બેટિંગમાં છે માહિર
સેમ બિલિંગ્સે ખેલાડીઓને પોતાની ટીમમાં બનાવી રાખવાની નક્કી તારીખના એક દિવસ પહેલા આઈપીએલમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. આઈપીએલમાં બિલિંગ્સે કુલ 30 મેચ રમી છે અને 500 રન બનાવ્યા છે. તેની વિકેટકીપિંગ સ્કિલ પણ કમાલની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news