મિલરે તોડ્યો આઈપીએલમાં ખાસ સિક્સનો રોહિત-પોલાર્ડનો મોટો રેકોર્ડ, નિશાના પર હવે ધોની

આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત સિક્સની સાથે પોતાની ટીમને જીત અપાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે, પરંતુ ડેવિડ મિલર હવે તેનાથી માત્ર એક સિક્સ દૂર છે. 
 

મિલરે તોડ્યો આઈપીએલમાં ખાસ સિક્સનો રોહિત-પોલાર્ડનો મોટો રેકોર્ડ, નિશાના પર હવે ધોની

નવી દિલ્હીઃ આઈપીએલ-2022 ક્વોલિફાયર-1માં ડેવિડ મિલરે સતત ત્રણ સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી. આઈપીએલમાં સૌથી વધુ વખત પોતાની ટીમને સિક્સ ફટકારી જીત અપાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ કુલ છ વખત છગ્ગો ફટકારી પોતાની ટીમને જીત અપાવી છે. તો ડેવિડ મિલરે પાંચમી વખત આ કારનામુ કર્યુ છે. મિલરે રાજસ્થાન રોયલ્સ સામે સિક્સ ફટકારી ગુજરાતને જીત અપાવી હતી. સિક્સ ફટકારી પોતાની ટીમને જીત અપાવવાના મામલામાં મિલર રોહિત શર્મા અને પોલાર્ડ કરતા આગળ નિકળી ગયો છે. હવે તેના નિશાને એમએસ ધોનીનો રેકોર્ડ છે. જો ફાઇનલમાં પણ મિલર સિક્સ ફટકારી પોતાની ટીમને જીત અપાવે તો તે ધોનીના રેકોર્ડની બરોબરી કરી લેશે. 

મિલરે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા
કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર ગુજરાત ટાઈટન્સે ફાઇનલની ટિકિટ મેળવવા માટે અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી. બોલ પ્રસિદ્ધ કૃષ્ણાના હાથમાં હતો. ત્યારે ડેવિડ મિલરે પ્રથમ ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા અને ગુજરાત ટાઈટન્સને જીત અપાવી દીધી હતી. હવે આઈપીએલ ફાઇનલ 29 મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો રાજસ્થાનને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. 

આઈપીએલમાં આજે એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાનો છે. આ મેચમાં હારનારી ટીમની સફર સમાપ્ત થઈ જશે. તો જીતનારી ટીમ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આઈપીએલ-2022ની ક્વોલિફાયર-2 અને ફાઇનલ અમદાવાદમાં રમાશે. ગુજરાત ટાઈટન્સે લીગ રાઉન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કરી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યુ હતું. 

મિલર બન્યો કિલર
ડેવિડ મિલર માટે આઈપીએલ-2022ની સીઝન ખાસ રહી છે. મિલરે 15 મેચમાં 15 ઈનિંગમાં 64.14 એવરેજ અને 141.19ની સ્ટ્રાઇક રેટથી 449 રન બનાવ્યા છે. મિલરે અનેક મેચમાં ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મિલરે આ સીઝનમાં 29 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news