Instagram Users માટે બેડ ન્યૂઝ! રખડી પડયા રીલ બનાવવા વાળા, જાણો કેમ ઠપ્પ થઈ ગઈ એમની 'જિંદગી'
ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયું છે. ભારતમાં મોટી સંખ્યામાં યૂઝર્સનું ઈન્સ્ટાગ્રામ નથી ચાલી રહ્યું અને લોકો ટ્વિટર પર તેની ફરિયાદ કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતના અનેક વિસ્તારોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના હિસાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હાલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યું છે આ વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર યૂઝર્સ લોગીન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેની ફરિયાદ તેઓ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે.
આ છે તકલીફ-
ડાઉન ડિટેક્ટર પ્રમાણે, ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સૌથી વધુ રિપોર્ટ એપ સાથે જોડાયેલી છે. 44 ટકા ફરિયાદો એપ યૂઝર્સે કરી છે, જ્યારે સર્વર કનેક્શન 39 પરસેન્ટ અને 17 ટકા લોકોને વેબસાઈટ ડાઉનની ફરિયાદો મળી છે. યૂઝર્સ લોગીન નથી કરી શકતા. જેના કારણે પરેશાની અનુભવી રહ્યા છે.
મેટાએ નથી આપી પ્રતિક્રિયા-
ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવા પર તેની પેરેન્ટ કંપની મેટાએ કોઈ ટિપ્પણી નથી કરી. સેંકડો ભારતીય યૂઝર્સની આ ફરિયાદ છે. જેના પર હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.
આ પણ વાંચોઃ સાઉથના આ સુપરસ્ટાર્સને સાઈન કરવામાં મેકર્સનો છુટે છે પરસેવો! માંગણી સાંભળીને નિર્માતા જોડી જાય છે હાથ
Instagram is shut down??? Not working my login… #instagramdown pic.twitter.com/yyFvHs80eW
— Devin King (@devinbrentking) May 25, 2022
બુધવારે સવારે 10 વાગ્યાથી આ સમસ્યાનો યૂઝર્સ સામનો કરી રહ્યા છે. સતત ટ્વિટર પર ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ સાથે ટ્વીટ્સ થઈ રહ્યા છે. જો કે, આ સમસ્યા તમામ યૂઝર્સ માટે નથી. કેટલાક યૂઝર્સ પહેલાની જેમ જ તેમનું ઈન્સ્ટાગ્રામ યૂઝ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Actor-Actress Outfits: ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી ક્યાં થાય છે હીરો-હીરોઈનોના મોંઘાદાટ કપડાં?
આ પણ વાંચોઃ Sportsમાં આના જેટલી Hot એન્કર બીજી કોઈ નથી! ક્રિકેટમાં ટીમ જીતે કે હારે લોકો એન્કરની અદાઓ જોવા બેસી રહેતા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે