50 લાખની વસતીવાળો દેશ રમ્યો FIFA ફાઇનલ, આપણે 135 કરોડ રમી રહ્યા છે હિંદુ-મુસ્લિમ ગેમ : હરભજન સિંહ
હરભજન સિંહે ભારતમાં હિંદુ-મુસ્લિમના નામે લડતા લોકોને પણ ટોણો માર્યો છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય સ્પિન બોલર હરભજન સિંહ એક ટ્વિટ કરીને ફરીથી ચર્ચામાં આવી ગયો છે. આ વખતે હરભજન સિંહે ફીફા વર્લ્ડ કપ 2018ની ફાઇનલ મેચ વિશે વાત કરીને ભારત પર નિશાન સાધ્યું છે. હરભજન સિંહે ફીફા વર્લ્ડ કપ ફાઇનલના બહાને ભારતમાં ધર્મના નામે લડતા લોકોને જોરદાર ટોણો માર્યો છે. હરભજન સિંહ દેશમાં હિંદુ-મુસ્લિમો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી અપસેટ છે. હરભજનને ફીફા વર્લ્ડ કપ 2018ની ફાઇનલ માટે ક્રોએશિયા તેમજ ફ્રાંસ વચ્ચે રમાયેલી મેચને ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે.
ફીફા વર્લ્ડ કપની ફાઇનલમાં 15 જુલાઈએ ફ્રાંસના સ્ટેડિયમાં રમાયેલી દિલધડક મેચમાં ફ્રાંસે પહેલીવાર વિશ્વ કપમાં રમી રહેલા ક્રોએશિયાને 4-2થી પરાજય આપીને બીજીવાર વિશ્વ વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો. આમ્, ક્રોએશિયા ભલે વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ નિવડ્યું હોય પણ તેણે પોતાના પ્રદર્શનથી ટુર્નામેન્ટમાં બધાના દિલ જીતી લીધા હતા.
આ જીત પછી હરભજન સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું કે 50 લાખની વસતીવાળો દેશ રમ્યો FIFA ફાઇનલ, આપણે 135 કરોડ રમી રહ્યા છે હિંદુ-મુસ્લિમ ગેમ. તેણે હેશટેગ #soch bdlo desh bdlegaનો ઉપયોગ કર્યો છે.
लगभग 50 लाख की आबादी वाला देश क्रोएशिया फ़ुटबॉल वर्ल्ड कप का फाइनल खेलेगा
और हम 135 करोड़ लोग हिंदू मुसलमान खेल रहे है।#soch bdlo desh bdlega
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2018
નોંધનીય છે કે ક્રોએશિયાએ ફીફા વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. ક્રોએશિયાની ફાઇનલ સુધીની સફર નાઇજિરિયા સામે જીતથી શરૂ થઈ હતી. ગ્રુપ ડીના આ મેચમાં ક્રોએશિયાએ જીત મેળવી હતી. આ પછી ક્રોએશિયાએ બે વાર વર્લ્ડ કપ જીતી ગયેલી આર્જેન્ટિનાની ટીમને 3-0થી હરાવી હતી. આ પછી આયરલેન્ડને 2-0થી હરાવીને ક્રોએશિયા આગળ વધ્યું હતું. ક્રોએશિયાએ ડેન્માર્કને 3-2થી પેનલ્ટી શૂટઆઉટમાં માત આપી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ક્રોએશિયાએ યજમાન રશઇયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે