રાશિફળ 16 જૂલાઇ : આ રાશિના જાતકો માટે પ્રેમયોગ, સાસરીપક્ષથી લાભ

રાશિફળ 16 જૂલાઇ : આ રાશિના જાતકો માટે પ્રેમયોગ, સાસરીપક્ષથી લાભ

આજનું પંચાંગ
 
તારીખ : 16 જુલાઈ, 2018 સોમવાર
માસ  :  અષાઢ સુદ ચોથ (વિનાયક ચોથ)
નક્ષત્ર  :  મઘા
યોગ  : વ્યતિપાત
ચંદ્ર રાશી  : સિંહ
અક્ષર : મ, ટ

  • આજે વ્યતિપાત યોગ છે માટે શિવજીની ઉપાસના અવશ્ય કરજો.
  • વળી, વિનાયક ચોથ છે એટલે ગણેશજીની ઉપાસના પણ અવશ્ય કરજો. ટૂંકમાં શિવપરિવારની ઉપાસનાનો દિવસ છે.
  • સૂર્યદેવનું રાશીપરિવર્તન રાત્રે 10.28 વાગે.
  • રવિયોગ સવારે 11.15 વાગે પૂર્ણ થાય છે.​ 

મેષ (અલઈ)
જીવન સાથી દ્વારા લાભ
પ્રતિપક્ષથી લાભ
પ્રેમના યોગ પણ પૂર્ણકળાએ ખીલ્યા છે.
અચાનક ધનપ્રાપ્તિ પણ શક્ય છે.

વૃષભ (બવઉ)
મુસાફરીથી લાભ
કોઈ સારા સમાચારની શક્યતા છે.
આજે ફોન હાથવગો જ રાખજો.
સરકારી ક્ષેત્રના જાતકોને આવનારો સમય સારો.       

મિથુન (કછઘ)
અટક્યું કાર્ય હોય તો તમારા પ્રભાવથી પૂર્ણ થાય.
પણ, ઈગો પ્રોબ્લેમ ન આવે તે જોવું.
મિત્રો સાથે હરવાફરવાના જવાના યોગ છે.

કર્ક (ડહ)
નવા વાહનની ખરીદી શક્ય છે.
એક પ્રકારે શ્રીસુંદર યોગ રચાયો છે.
ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ.
જીભ ઉપર ચાંદી પડવી, અથવા સ્નાયુની બિમારી જેવા રોગથી સંભાળવું.

સિંહ (મટ)
મોટાભાઈ અથવા મિત્રો સાથે મતભેદ થઈ શકે
પરદેશથી લાભ.
એક્સપોર્ટ ઈમ્પોર્ટનું કાર્ય કરતા હોય તો લાભ
પિતા પરદેશ હોય તો તેમનાથી લાભ

કન્યા (પઠણ) 
વાતચીતમાં વિરોધનો સૂર ન નીકળે તે જોજો
સત્યને પકડીને ચાલજો.
નાની પનોતીનો સામનો કરી રહ્યા છો. 
હનુમાનજીની ઉપાસના કરજો.

તુલા (રત) 
આજે લાભ થવાનો છે.
ધંધામાં આવકની તકો ઉજ્જવળ બને.
દેવદર્શનની તકો ઉજ્જવળ છે.
નોકરીમાં સાનુકૂળતા જણાય છે.

વૃશ્ચિક (નય)
ગુસ્સા ઉપર કાબૂ રાખજો.
ધનલાભ પ્રબળ જણાય છે.
પ્રેમના યોગ પણ પૂર્ણ કળાએ ખીલ્યા છે.
આજે વૃશ્ચિક રાશીના જાતકો કહી શકે કે- તારે કહેવી હોય હા ને તોય તું શું કરે... તને ના રે ના કહેવાની ટેવ છે.

ધન (ભધફઢ)
કાર્ય કરશો તો લાભ અવશ્ય મળશે.
શિક્ષકો, શિક્ષણવિદો, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા સૌ માટે શુભ છે.
છાનુંછપનું કાર્ય કરવામાં આજે નિપુણતા મળે. પણ જરા સભલ કે...
જૂનું ધન મળે, લાભ અવશ્ય છે.

મકર (ખજ) 
નોકરીના સ્થાનમાં આનંદનું વાતાવરણ.
જીવનસાથી સાથે રોમેન્સ ખીલી જાય.
ટુંકમાં આજે સંબંધોમાં નવી તાજગી ઉમેરાય.
સાસરીપક્ષથી લાભ દેખાય છે.

કુંભ (ગશષસ)
આપને પણ સુખ-સમૃદ્ધિના યોગ છે.
સંતાનનું આરોગ્ય સંભાળવું.
જીવનસાથી તરફથી ભાગ્ય ખીલી જાય.
કોમ્પ્યુનિકેશનમાં ગરબડ નહીં ચાલે... સાચવજો.

મીન (દચઝથ)
આવકની તકો પ્રબળ છે.
સ્ત્રી જાતકો અને તેમાંય જે બ્યુટીશીયન હોય તેમને વિશેષ લાભ થશે.
જ્વેલરીક્ષેત્રે સંકળાયેલાને પણ લાભ.
આજે મોજ કરો.

જ્યોતિષાચાર્ય: અમિત દવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news