BCCIની વાર્ષિક બેઠક પહેલા, પ્રજ્ઞાન ઓઝાને IPLમાં મળી મોટી જવાબદારી
આ પહેલા પૂર્વ ભારતીય ખેલાડી સુરિંદર ખન્ના સંઘનું પ્રતિનિધિત્વ કરતા હતા. બીસીસીઆઈના સંવિધાન અનુસાર આઈસીએએ દર વર્ષે આઈપીએલ સંચાલન પરિષદ (જીસી)માં પોતાના એક સભ્યને મોકલવો જરૂરી હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર સંઘ (આઈસીએ)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભાના એક દિવસ પહેલા બુધવારે પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા (Pragyan Ojha)ની આઈપીએલ સંચાલન પરિષદ માટે પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો છે. બીસીસીઆઈ ગુરૂવારે અમદાવાદમાં પોતાની 89મી વાર્ષિક સાધારણ બેઠક કરશે.
સુરિંદર ખન્ના કરી રહ્યા હતા પ્રતિનિધિત્વ
આ પહેલા પૂર્વ ભારતીય ખેલાડી સુરિંદર ખન્ના સંઘનું પ્રતિનિધિત્વ કરતા હતા. બીસીસીઆઈના સંવિધાન અનુસાર આઈસીએએ દર વર્ષે આઈપીએલ સંચાલન પરિષદ (જીસી)માં પોતાના એક સભ્યને મોકલવો જરૂરી હોય છે. આઈસીએના અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ કહ્યુ, હાં આઈસીએ ડાયરેક્ટરોએ ઓઝાની આઈપીએલ સંચાલન પરિષદ માટે નિમણૂક કરી છે. સુરિંદર ખન્નાએ ખુબ સારૂ કામ કર્યુ છે અને અમે દરેકને તક આપવા ઈચ્છીએ છીએ.
પ્રજ્ઞાન ઓઝા પર લીધો નિર્ણય
ડાબા હાથના સ્પિનર ઓઝાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. આઈસીઓના ડાયરેક્ટર બોર્ડે 19 ડિસેમ્બરે પોતાની વાર્ષિક બેઠર બાદ તે નિર્ણય લીધો અને આ સંબંધમાં એક અખબારી યાદી જારી કરી હતી. આઈસીએએ અખબારી યાદીમાં કહ્યું, 'સભ્યોના ડાયરેક્ટરના બોર્ડે આઈપીએલ જીસી માટે સભ્ય નામાંકિત કરવા માટે અધિકૃત કર્યા અને આઈસીએ બોર્ડના હિતોના ટકરાવના કોઈપણ સંભવિત મુદ્દાને ધ્યાનમાં રાખી ચર્ચા કર્યા બાદ ઓઝાને પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય ઉમેદવાર ઠેરવ્યો છે. ઉમેદવારી એક વર્ષ માટે હશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે