શું છે Delhi University Seat Reservation નિયમ અને કેમ થઇ રહ્યો છે તેનો વિરોધ?
ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટની અધ્યક્ષ નંદિતા નારાયણે કહ્યું કે 'અમે દિલ્હી યુનિવર્સિટી (Delhi University) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રની આકરી નિંદા કરે છે, આ નિયમ વિદ્યાર્થીઓના નિયમિત પ્રવેશથી અલગ દરેક કોલેજમાં 5 'સુપરન્યૂમેરી' સીટો આપે છે.
Trending Photos
નવી દિલ્હી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (DUSU) એ બુધવારે દિલ્હી યુનિવર્સિટી (Delhi University)વહિવટી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું. દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં આયોજિત આ પ્રદર્શન સીટ રિઝર્વેશન નિર્ણય વિરૂદ્ધ હતું.
પ્રાચાર્યને મળશે આ અધિકાર
ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટની અધ્યક્ષ નંદિતા નારાયણે કહ્યું કે 'અમે દિલ્હી યુનિવર્સિટી (Delhi University) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રની આકરી નિંદા કરે છે, આ નિયમ વિદ્યાર્થીઓના નિયમિત પ્રવેશથી અલગ દરેક કોલેજમાં 5 'સુપરન્યૂમેરી' સીટો આપે છે. આ જોગવાઇ કોલેજોના આચાર્યોને પોતાના વિવેકના આધારે લગભગ સંપૂર્ણ રીતે પાંચ પ્રવેશ આપવાની અનુમતિ આપે છે, જેમાંથી બે યુનિવસિર્ટી દ્વારા ભલામણ ગઇ હોય શકે છે. આ પ્રકારનું પગલું ફક્ત અનૈતિક છે, પરંતુ આ ગેરકાયદેસર પણ છે.'
30 ડિસેમ્બર સુધી અલ્ટીમેટમ
વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને પરત લેવા માટે દિલ્હી યુનિવર્સિટી વહિવટીને 30 ડિસેમ્બર સુધીનો અલ્ટીમેટમ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી યુનિવર્સિટી (DU)ના કુલસચિવ દ્વારા 21 ડિસેમ્બર 2020ને જાહેર એક પરિપત્ર અનુસાર સ્નાતક પાઠ્યક્રમોમાં 5 વધારાની સીટ પર ડીયૂના સમ્બદ્ધ કોલેજોના આચાર્યોને પ્રવેશ આપવાનો અધિકાર હશે. ABVP દિલ્હીના પ્રદેશમંત્રી સિદ્ધાર્થ યાદવે કહ્યું કે 'દિલ્હી યુનિવર્સિટી દ્વારા કોલેજ યુનિવર્સિટી સીટ્સ શ્રેણીનું નિર્ધારણ કરી 5 સીટો પર પ્રવેશ આપવા માટે સંબંધી નિર્ણયથી ભ્રષ્ટાચાર વધશે. જે મેરિટવાળો વિદ્યાર્થી છે તેમની સાથે અન્યાય થશે. દિલ્હી યુનિવર્સિટી આ નિર્ણયને તાત્કાલિક પરત લે અને વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો પાયો ન નાખે.
'ભાઇ-ભત્રીજાવાદ વધશે'
ABVP ના અનુસાર આ નિર્ણય નિશ્વિતપણે ડીયૂમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયનો વિરોધ કરતાં વિદ્યાર્થીઓને પ્રદર્શન કરી નિર્ણયને પરત લેવાની માંગ કરી છે. પ્રદર્શનને ઉપરાંત એક પ્રતિનિધિમંડળના ડીયૂ કુલસચિવ વિકાસ ગુપ્તાથી મુલાકાત કરી વિદ્યાર્થીઓના વિષયને રજૂ કર્યો. કુલસચિવે સંબંધિત વિષયને ડીયૂની નિર્ધારિત કમિટી સામે રાખી શીધ્ર વિદ્યાર્થીઓની માંગ પર નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યો છે. આ પ્રતિનિધિમંડળમાં એબીવીપી પ્રદેશમંત્રી સિદ્ધાર્થ યાદવ, એબીવીપી ડીયૂ એકમ અધ્યક્ષ રામનિવાસ બિશ્નોઇ, ડૂસૂ અધ્યક્ષ અક્ષિત દહિયા, ડૂસૂ સહ-સચિવ શિવાંગી ખરવાલ ઉપસ્થિત હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે