World Cup 2019: આઈસીસીએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા આપી મંજૂરી

ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર પગના અંગૂઠામાં ઈજાને કારણે ભારતની વિશ્વ કપ ટીમમાંથી બહાર થઈ ગયો છે. 

World Cup 2019: આઈસીસીએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા આપી મંજૂરી

નવી દિલ્હીઃ યુવા બેટ્સમેન મયંક અગ્રવાલનું વિશ્વ કપ રમવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તેને ભારતની વિશ્વ કપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. કર્ણાટકના આ બેટ્સમેનને ઓલરાઉન્ડર વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પસંદગીને આઈસીસીએ મંજૂરી આપી દીધી છે. મયંક અગ્રવાલને જો વિશ્વ કપમાં રમવાની તક મળી તો તે તેની પ્રથમ વનડે મેચ હશે. 

આ પહેલા ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર પગના અંગૂઠામાં ઈજાને કારણે વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. તેને નેટ્સમાં બુમરાહનો બોલ વાગ્યો હતો. શરૂઆતમાં ઈજા ગંભીર ન હતી પરંતુ બાદમાં ગંભીર થતાં તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પણ ગુમાવી હતી. જાણવા મળ્યું કે, તેને ફિટ થતાં ઓછામાં ઓછો ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે. 

India forced to make a change to their #CWC19 squad: Vijay Shankar ruled out with a toe injury and Mayank Agarwal comes in. https://t.co/PypGkYhqyR

— Cricket World Cup (@cricketworldcup) July 1, 2019

28 વર્ષીય મયંક અગ્રવાલ ઓપનર છે. તે ભારત માટે બે ટેસ્ટ રમી ચુક્યો છે. પરંતુ વનડેમાં પર્દાપણ કરવાનું બાકી છે. વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલની પસંદગી પાછળ બે કારણ મહત્વના છે. એક તો જો રિષભ પંત ફ્લોપ રહે તો તેને તક મળી શકે છે. બીજી સંભાવના છે કે કેએલ રાહુલ ફરીથી નંબર-4 પર બેટિંગ કરે અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news