ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન

આઈસીસી એવોર્ડ્સના ત્રણેય પ્રમુખ એવોર્ડ્સ જીતનારો વિરાટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે, તેને વન ડે અને ટેસ્ટ બંને ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે, મહિલા ક્રિકેટરોમાં ભારતની સ્મૃતિ મંધાનાએ બાજી મારી

ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી  ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ત્રણ પ્રમુખ પુરસ્કાર જીતનારો દૂનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે અને આ સાથે જ તેણે એક નવો ઈતિહાસ રચી નાખ્યો છે. વિરાટ કોહલીએ વર્ષ 2018ના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ICC ક્રિકેટર ઓફ ધ યર (સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી), ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને ICC વન-ડે પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વિરાટની સાથે જ ભારતીય મહિલા સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ પણ બે એવોર્ડ જીતીને ICCના એવોર્ડ્સમાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. સ્મૃતિ મંધાનાને વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર અને વુમન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. 

ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઈ એક ક્રિકેટરને એક જ વર્ષમાં આ ત્રણેય પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરાયો હોય. વિરાટ કોહલીએ ગયા વર્ષે રમાયેલી 13 ટેસ્ટમાં 55.08ની સરેરાશથી 1,322 રન બનાવ્યા હતા. 14 વન ડેમાં 133.55ની સરેરાશથી 1,202 રન બનાવ્યા હતા. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં ગયા વર્ષે 5 અને વન ડેમાં 6 સદી ફટકારી હતી. 

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ગયા વર્ષે પણ સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી અને ICC વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. 

આવા પુરસ્કારથી મનોબળ વધે છે 
વિરાટ કોહલીએ જણાવ્યું કે, 'હું ઘણો જ આનંદિત અનુભવી રહ્યો છું. એક વર્ષમાં તમે જે મહેનત કરો છો, તેનું જ આ પરિણામ છે. ટીમ સારું પ્રદર્શન કરી રહી છે તેનાથી પણ હું ખુશ છું અને એ જ સમયે હું પણ શાનદાર ફોર્મમાં છું. ICC દ્વારા વૈશ્વિક સ્તરે મળતા પુરસ્કારથી એક ક્રિકેટર તરીકે તમે ખુદને ખુબ જ સમ્માનિત અનુભવો છો. તમે જાણો છો કે આ રમતમાં અસંખ્ય ખેલાડીઓ છે અને તેમની વચ્ચે જ્યારે તેમને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવે છે ત્યારે તમારું મનોબળ વધે છે.'

ICC अवॉर्ड्स: कोहली बने दुनिया के ‘सबसे विराट खिलाड़ी’ और कप्तान, देखें पूरी लिस्ट

વિરાટ કોહલીમાં અસાધારણ પ્રતિભા છેઃ રિચર્ડ્સન
ICCના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને કોહલીની પ્રશંસા કરતા જણાવ્યું કે, 'એ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ જેમણે વ્યક્તિગત પુરસ્કાર જીત્યા છે. ICC ટેસ્ટ અને વન ડે ટીમમાં સામેલ થયા છે. ખાસ કરીને વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જેણે સર ગારફીલ્ડ સોબર્સ એવોર્ડની સાથે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને વન ડે પ્લેયર ઓફ ધ યરનો પુરસ્કા જીત્યો છે. સાથે જ બંને ટીમનો કેપ્ટન પણ પસંદ થયો છે. તે એક અસાધારણ પ્રતિભા છે, જે આ પુરસ્કારનો હકદાર છે.'

ICCના ટોચના એવોર્ડ્સ 

  • ક્રિકેટર ઓફ ધ યરઃ વિરાટ કોહલી
  • ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરઃ વિરાટ કોહલી
  • વન ડે પ્લેયર ઓફ ધ યરઃ વિરાટ કોહલી
  • ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરઃ ઋષભ પંત
  • ટી20 પરફોર્મન્સ ઓફ ધ યરઃ એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા)
  • એસોસિએટ પ્લેયર ઓફ ધ યરઃ કેલમ મેક્લોડ (સ્કોટલેન્ડ)
  • સ્પ્રિટ ઓફ ક્રિકેટ એવોર્ડઃ કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ)
  • અમ્પાયર ઓફ ધ યર (ડેવિડ શેફર્ડ ટ્રોફી): કુમાર ધર્મસેના (શ્રીલંકા)
  • વુમન્સ ક્રિકેટર ઓફ ધ યરઃ સ્મૃતિ મંધાના (ભારત)
  • વુમ્ન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યરઃ સ્મૃતિ મંધાના(ભારત)
  • વુમન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યરઃ એલિસા હેલી(ઓસ્ટ્રેલિયા)
  • વુમન્સ ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરઃ સ્ટેફની એક્લેસ્ટન(ઈંગ્લેન્ડ)
  • ફન મોમેન્ટ ઓફ ધ યરઃ ભારતીય ટીમનો અંડર-19 વર્લ્ડ કપ વિજય 

વાસનાએ વટાવી હદ! એક મહિલાએ તેની બહેનપણીના 12 વર્ષના પુત્રનું કર્યું જાતીય શોષણ

ટેસ્ટ ટીમ ઓફ ધ યર (બેટિંગ લાઈન અપ) - કેપ્ટનઃ વિરાટ કોહલી
ટોમ લાથમ(ન્યૂઝિલેન્ડ), દિમુથ કરૂણારત્ન (શ્રીલંગા), કેન વિલિયમ્સન (ન્યૂઝિલેન્ડ), વિરાટ કોહલી( ભારત/ કેપ્ટન), હેનરી નિકોલ્સ (ન્યૂઝિલેન્ડ), ઋષભ પંત( ભારત/ વિકેટકીપર), જેસન હોલ્ડર (વેસ્ટઈન્ડિઝ), કેગિસો રબાડા (દ.આફ્રિકા), નાથન લાયન (ઓસ્ટ્રેલિયા), જસપ્રીત બુમરાહ (ભારત), મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન)

વન ડે ટીમ ઓફ ધ યર (બેટિંગ લાઈન અપ) - કેપ્ટનઃ વિરાટ કોહલી
રોહિત શર્મા(ભારત), જોની બેરસ્ટો(ઈંગ્લેન્ડ), વિરાટ કોહલી (ભારત/કેપ્ટન), જો રૂટ (ઈંગ્લેન્ડ), રોસ ટેલર (ન્યૂઝિલેન્ડ), જોસ બટલર (ઈંગ્લેન્ડ/ વિકેટકીપર), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), મુશ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ), રાશિદ ખાન (અફગાનિસ્તાન), કુલદીપ યાદવ (ભારત), જસપ્રીત બુમરાહ(ભારત) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news