T20 World Cup 2021: Semifinalમાં આ 4 ટીમોની જ થશે એન્ટ્રી! કરવામાં આવી મોટી ભવિષ્યવાણી

ICC ટૂર્નામેન્ટની સેમીફાઈનલ લિસ્ટને લઈને ભવિષ્યવાણી કરી નાંખવામાં આવી છે. તો જાણો 12 ટીમોમાંથી કંઈ 4 ટીમો આઈસીસી ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર બતાવવામાં આવી રહી છે.

 T20 World Cup 2021: Semifinalમાં આ 4 ટીમોની જ થશે એન્ટ્રી! કરવામાં આવી મોટી ભવિષ્યવાણી

નવી દિલ્હી: ICC ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)ના સુપર-12 (Super 12) મેચોની શરૂઆત 23 ઓક્ટોબરથી થઈ જશે, પરંતુ તેના પહેલા ટૂર્નામેન્ટની સેમીફાઈનલ લિસ્ટને લઈને ભવિષ્યવાણી કરી નાંખવામાં આવી છે. તો જાણો 12 ટીમોમાંથી કંઈ 4 ટીમો આઈસીસી ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર બતાવવામાં આવી રહી છે.

બ્રેડ હૉગે કરી મોટી ભવિષ્યવાણી
ઓસ્ટ્રેલિયા(Australia)ના પૂર્વ ક્રિકેટ બ્રેડ હૉગે Brad Hogg) દાવો કર્યો છે કે ભારત(India),  પાકિસ્તાન (Pakistan), વેસ્ટઈન્ડિઝ (West Indies) અને ઈંગ્લેન્ડ (England) એમ ચાર ટીમો ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ની સેમીફાઈનલમાં સ્થાન બનાવવામાં સફળ રહેશે.

સેમીફાઈનલમાં દાવેદાર કોણ?
બ્રેડ હૉગે (Brad Hogg) દીપ દાસગુપ્તા (Deep Dasgupta')ના યૂ-ટ્યૂબ શો ડીપપોઈન્ટ (DeepPoint)માં જણાવ્યું છે કે, સેમીફાઈનલમાં જનાર જે ટીમો વિશે  હું વિચારી રહ્યો છું તેમાં ગ્રુપ-1માંથી વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ છે અને ગ્રુપ-2માંથી મારા વિચારથી પાકિસ્તાન અને ભારત હશે.

સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે બ્રેડ હૉગ (Brad Hogg)એ પોતાનો જ દેશ ઓસ્ટ્રેલિયા(Australia)ને આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021  (ICC T20 World Cup 2021)ની સેમીફાઈનલની દાવેદાર યાદીમાં સમાવેશ કર્યો  નથી.

પાકિસ્તાન માટે ખુબ કપરા ચઢાણ
બ્રેડ હૉગનું માનવું છે કે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારત વિરુદ્ધ પોતાની પહેલી મેચ ગમે તે કરીને જીતવી જ પડશે, તેમણે ઉમેર્યું હતું કે, જો ભારત વિરુદ્ધ પાકિસ્તાન પોતાની પહેલી મેચ હારી જશે તો મને લાગે છે કે કે આગામી સમયમાં પાકિસ્તાન માટે ખુબ કપરાં ચઢાણ બની રહેશે, તેનો સીધો ફાયદો ભારતને મળશે અને ટીમ ઈન્ડિયા સહજતાથી આગામી સ્ટેજમાં પહોંચી જશે, પરંતુ આ ભવિષ્યવાણીમાં કેટલી સચ્ચાઈ છે તે તો આગામી સમય બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news