પ્રધાનમંત્રી મોદીના નેતૃત્ત્વમાં ભારતનો ભવ્ય વિક્રમઃ કોરોના રસીના 100 કરોડ ડોઝથી ભારતીયોને અભયદાન

દુનિયામાં કોરોના વેક્સીનની 6,72,01,51,383 વેક્સીનના ડોઝ લાગી ચૂક્યા છે.  દુનિયામાં વેક્સીન ઓછામાં ઓછા 49 ટકા લોકોને વેક્સીનનો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 37 ટકા લોકો ફૂલી વેક્સીનેટેડ થઈ ચૂક્યા છે. દુનિયામાં વેક્સીનેશનમાં સૌથી આગળ ચીન છે. ચીનમાં અત્યાર સુધી 2,23,20,88,000 વેક્સીનના ડોઝ લાગી ચૂક્યા છે. 278 દિવસમાં પૂરા કર્યા 100 કરોડ વેક્સીન ડોઝ, માત્ર ચીન ભારતથી આગળ, જાણો બીજા દેશમાં શું છે વેક્સીનેશનનો આંકડો?

Updated By: Oct 21, 2021, 05:23 PM IST
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્ત્વમાં ભારતનો ભવ્ય વિક્રમઃ કોરોના રસીના 100 કરોડ ડોઝથી ભારતીયોને અભયદાન

નવી દિલ્લી: કોરોના મહામારી સામે ભારતે ઈતિહાસ રચી દીધો છે. દેશમાં 100 કરોડ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે માત્ર 278 દિવસમાં ભારતે આ આંકડો પાર કરી લીધો છે. તેમાંથી 70,82,81,784 લોકોને વેક્સીનનો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 29,16,28,140 લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. તે 18 પ્લસ વસ્તીના 30.9 ટકા છે. જ્યારે દેશની 18 પ્લસ વસ્તીનો 74.9 ટકા હિસ્સો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચૂક્યો છે. વેક્સીનેશનના મામલામાં ભારત માત્ર ચીનથી પાછળ છે. ચીનમાં 223 કરોડ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે.

No description available.

278 દિવસમાં ભારતે હાંસલ કર્યો જાદુઈ આંકડો:
ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ હતી. તે સમયે માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈ વર્કરોને જ વેક્સીન આપવામાં આવી હતી. તેના પછી 1 માર્ચથી વેક્સીનના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. જેમાં 60 વર્ષથી વધારે ઉંમરના અને કોઈ ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા 45 વર્ષથી વધારે વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવી. 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાની શરૂઆત થઈ. ભારતમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાની જાહેરાત થઈ. જોકે શરૂઆતમાં તેને દેશના સૌથી સંક્રમિત શહેરોમાં શરૂ કરવામાં આવી. પછી તેને દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવામાં આવી. હાલના સમયમાં દેશના 63,467 સેન્ટર પર વેક્સીન લગાવવામાં આવી રહી છે. જેમાં 61,270 સરકારી અને 2197 પ્રાઈવેટ સેન્ટર છે.

કયા દેશમાં કેટલી વેક્સીન લાગી:
દુનિયામાં કોરોના વેક્સીનની 6,72,01,51,383 વેક્સીનના ડોઝ લાગી ચૂક્યા છે.  દુનિયામાં વેક્સીન ઓછામાં ઓછા 49 ટકા લોકોને વેક્સીનનો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 37 ટકા લોકો ફૂલી વેક્સીનેટેડ થઈ ચૂક્યા છે. દુનિયામાં વેક્સીનેશનમાં સૌથી આગળ ચીન છે. ચીનમાં અત્યાર સુધી 2,23,20,88,000 વેક્સીનના ડોઝ લાગી ચૂક્યા છે. ચીનનો દાવો છે કે તેમની વેક્સીન વસ્તીના 79 ટકા લોકોને વેક્સીનનો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 75 ટકા વસ્તી ફૂલી વેક્સીનેટેડ થઈ ચૂકી છે.

 

દેશ કેટલી વેક્સીન લાગી (ડોઝ) કેટલાં લોકો ફૂલી વેક્સીનેટેડ:

ચીન 2,23,20,88,000 75 ટકા

ભારત 1,00,00,00,000 30 ટકા

અમેરિકા 40,94,38,987 57 ટકા

રશિયા 9,58,85,492 32 ટકા

બ્રિટન 9,48,63,415 68 ટકા

ફ્રાંસ 9,73,98,249 68 ટકા

જર્મની 11,02,23,043 66 ટકા

યૂએઈ 2,07,40,855 88 ટકા

Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

MYSTERIOUS TREASURE OF WORLD: આ અરબો રૂપિયાનો ખજાનો થઈ શકે છે તમારો! બસ તમારે આટલું જ કરવાનું છે...

Tata Punch ના આકર્ષક Features જોઈ ખુશ થઈ જશે દિલ! હાલ માર્કેટમાં આ ગાડીની ચર્ચા છે!

સ્ક્રિન સાફ કરવાના કપડાંની કિંમત સાંભળીને ચોંકી જશો! એપલની આ નવી પ્રોડક્ટ જોઈને ચકરાઈ જશે મગજ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube