IND vs PAK: ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મહામુકાબલો. વરસાદ ફેરવી શકે છે પાણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો બપોરે 3 કલાકે શરૂ થશે. 

IND vs PAK: ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મહામુકાબલો. વરસાદ ફેરવી શકે છે પાણી

માનચેસ્ટરઃ રવિવાર એટલે કે ભારતની ટક્કર પાકિસ્તાન સામે થવાની છે. ક્રિકેટ ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યાં છે. આ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. પરંતુ ઈંગ્લેન્ડનો વરસાદ ફેન્સનું દિલ તોડી શકે છે. જી હાં, ભારત અને પાકિસ્તાનની મેચ પર વરસાદનો ખતરો છે. આ વિશ્વકપમાં અત્યાર સુધી કુલ ચાર મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આજની મેચમાં પણ વરસાદની સંભાવના છે. 

કાલે બપોરે આવ્યો હતો વરસાદ
કાલે સવારે માનચેસ્ટરમાં તડકો હતો. આ દરમિયાન બંન્ને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી, પરંતુ બપોરે ફરી વરસાદ શરૂ થયો હતો. રવિવારે બપોરે પણ વરસાદની સંભાવના છે. તેવામાં ઓછી ઓવરોની મેચ પણ રમાઇ શકે છે. તે પણ બની શકે કે મેચ રદ્દ પણ થઈ જાય. 

તો માનચેસ્ટરનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની નજીક રહી શકે છે અને 15થી 25 કિલોમીટરની ગતિથી પવન ફુંકાશે. આ સાથે વરસાદની 60 ટકા સંભાવના છે. મહત્વનું છે કે, ઈંગ્લેન્ડમાં આ સમયે વરસાદ આવતો નથી. ગત વર્ષે જૂનમાં અહીં 2 એમએમ વરસાદ થયો હતો. પરંતુ છેલ્લી 24 કલાકમાં અહીં 100 એમએમ વરસાદ થઈ ચુક્યો છે. 

વેંચાઈ ગઈ છે તમામ ટિકિટ
24000 ટિકિટો માટે આશરે 8 લાખ લોકોએ આઈસીસીને અરજી કરી હતી. તેનાથી જાણી શકાય કે દર્શકો માટે આ મેચ કેટલી મહત્વપૂર્ણ છે. એટલું જ નહીં, આઈસીસીએ પણ બાકી લીગ મેચોના મુકાબલે આ મેચની ટિકિટના ભાવ વધુ રાખ્યા છે. સ્થિતિ તે છે કે જે લોકોને ટિકિટ મળી ગઈ છે તેણે તેને એક લાખ રૂપિયામાં બીજીવાર વેંચી છે. તેવામાં મેચ રદ્દ થવા પર નિરાશ થવું સામાન્ય વાત છે. 

પિચમાં છે ભેજ
થોડી-થોડી વારે થઈ રહેલા વરસાદને કારણે તડકો નિકળ્યો નથી. આ પિચ પર ઘાસ નથી, પરંતુ ભેજને કારણે ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. આ પિચ બેટિંગ માટે સારી લાગી રહી છે, પરંતુ પરિસ્થિતિ સીમ અને સ્વિંગ બંન્ને માટે અનુકૂળ રહેશે. તેવામાં ભારતના મધ્યમક્રમે મહત્વની ભૂમિકા અદા કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news