ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી નહીં સ્ટીવ સ્મિથ છે નંબર વનઃ માર્નસ લાબુશેન
ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન માર્નસ લાબુશેન (Marnus Labuschagne) એ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથને નંબર એક બેટ્સમેન ગણાવ્યો છે. લાબુશેને કહ્યુ કે, વિરાટ સ્મિથની જેમ શાનદાર બેટ્સમેન છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સ્મિથને પસંદ કરીશ.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને (Marnus Labuschagne) ટેસ્ટ ક્રિકેટમાં પોતાના દેશના સ્ટીવ સ્મિથ (Steve Smith)ને વિરાટ કોહલી (Virat Kohli)ની ઉપર મહત્વ આપ્યું છે. પરંતુ સ્વીકાર્યું કે સીમિત ઓવરોમાં ભારતીય કેપ્ટન સૌથી આગળ છે. ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથ અને કોહલી ટોપના બે બેટ્સમેન છે.
લાબુશેનનું માનવું છે કે સ્મિથને અલગ-અલગ પરિસ્થિતિઓમાં સાતત્યતાની સાથે બેટિંગ કરવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે. લાબુશેને કહ્યુ કે, મને લાગે છે કે સ્મિથે દેખાડ્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં દરેક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકે છે. તેથી તેને આ વાત ટેસ્ટમાં નંબર-1 ખેલાડી બનાવે છે.
લેજન્ડ ચેસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં વિશ્વનાથન આનંદનો પરાજય
તેણે કહ્યું, 'સ્મિથે ભારતમાં રન કર્યા, ઈંગ્લેન્ડમાં રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયામાં તે સાતત્યની સાથે રન બનાવી રહ્યો છે. તેથી તેના માટે તે મહત્વ નથી રાખતું કે તે ક્યાં રમી રહ્યો છે અને કઈ પરિસ્થિતિમાં રમી રહ્યો છે. તે રન બનાવવાનો માર્ગ શોધી લે છે. વિરાટે પણ આ કર્યું છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં હું સ્મિથની સાથે જઈશ.'
તેણે કહ્યું, વિરાટ સીમિત ઓવરોની ક્રિકેટમાં શાનદાર છે. તે જે રીતે ઈનિંગ સમાપ્ત કરે છે, તે જે રીતે મેચ પૂરી કરે છે અને રનના લક્ષ્યનો પીછો કરે છે. મને લાગે છે કે હું તેની પાસે ઘણું શીખ્યો છું. લાબુશેનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રસ્તાવિત વનડે સિરીઝ માટે 26 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે