INDIA vs AUSTRALIA: મારા કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિઃ વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીત બાદ તેને પોતાના કરિયરની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે.
Trending Photos
સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી છે. સિડનીમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચ વરસાદને કારણે ડ્રો રહી. પરંતુ ભારતે એડિલેડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને સિરીઝમાં પહેલાથી લીડ મેળવી લીધી હતી. જીત બાદ કેપ્ટન કોહલી ખૂબ ખુશ જોવા મળ્યો છે. તેણે જીતનો શ્રેય ટીમને આપ્યો છે.
તેણે કહ્યું, સૌથી પહેલા હું તે કહેવા ઈચ્છું છું કે, ટીમનો ભાગ બનતા આનાથી વધારે ખુશી મને ક્યારેય થઈ નથી. મેં અહીં પ્રથમવાર આગેવાની કરી અને આજે અમે અહીં પહોંચી ગયા. મને વિશ્વાસ આવતો નથી કે અમે ચાર વર્ષ બાદ અહીં સિરીઝ જીત્યા છીએ. હું માત્ર એક શબ્દ કહેવા ઈછ્છું છું 'પ્રાઉડ', આ ટીમની આગેવાની કરતા મને ગર્વ છે અને મને નસીબદાર માનું છું. ખેલાડી કેપ્ટનને શાનદાર દેખાડે છે.
ભારતીય કેપ્ટને કહ્યું, આ મારા કરિયરની સૌથી મોટી સિદ્ધિ છે. જ્યારે 2011મા અમે વિશ્વકપ જીત્યો તો હું ટીમનો સૌથી યુવા સભ્ય હતો. મેં બધાને ભાવુક થતા જોયા છે. મને ત્યારે તે અનુભવ ન થયો. હવે અહીં ત્રણવાર આવ્યા બાદ કહી શકું કે અહીં સિરીઝ જીતવુ મારી માટે અલગ છે.
કોહલીએ કહ્યું કે, આ સિરીઝ અમને અલગ ઓખળ આપશે. તેણે કહ્યું, અમે આ હાસિલ કરવા પર માત્ર ગર્વ કરી શકીએ. કોહલીએ આ તકે પોતાની ટીમના સાખી ખેલાડીની પણ પ્રશંસા કરી હતી. તેણે ખાસ કરીને પૂજારાની ભરપૂર પ્રશંસા કરી. તેણે કહ્યું, હું પૂજારાનું નામ ખાસ લેવા ઈચ્છીશ. તે સિરીઝમાં શાનદાર રમ્યો. તેણે કહ્યું કે, પૂજારાનો ગત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સારો ન રહ્યો પરંતુ આ વખતે તેણે શાનદાર બેટિંગ કરી છે. તેણે કહ્યું, પૂજારા સતત શીખવા ઈચ્છે છે. તે પોતાની રમત પર કામ કરે છે. તે ટીમના સૌથી સારા સભ્યમાંથી એક છે. હું તેના માટે ખુશ છું.
કોહલીએ આ સિરીઝમાં પર્દાપણ કરનાર મયંક અગ્રવાલની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, તે બોક્સિંગ ડે ટેસ્ટમાં ચેમ્પિયનની જેમ રમ્યો. આ તેની માનસિક દ્રઢતાનો પરિચય આપે છે. તેણે કહ્યું કે, એક બેટિંગના યુનિટની જેમ અમે બધાએ સારૂ પ્રદર્શન કર્યું.
કોહલીએ પોતાનો બોલરોનો પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, બોલરોએ અહીં જ નહીં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. મેં પહેલા આમ જોયું નથી. ટીમની ફિટનેસ અને માનસિક ક્ષમતા શાનદાર રહી. હું તેને સલામ કરૂ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે