IND vs BAN Day Night Test Match Live: ભારતે મેળવી 68 રનની લીડ, ભારત- 174/3

India vs Bangladesh 1st Day Night Test Match: બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, બાંગ્લાદેશના બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યા નહીં. બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ 30.3 ઓવરમાં 106 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેની સામે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 174 રન બનાવી લીધા છે.  

IND vs BAN Day Night Test Match Live: ભારતે મેળવી 68 રનની લીડ, ભારત- 174/3

કોલકત્તા : ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ટેસ્ટ સિરીઝની આજે બીજી ટેસ્ટ મેચ (Test Match) છે. બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો આજે પહેલી વાર ડે નાઇટ (Day Night) ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં પિંક બોલનો (Pink Ball) ઉપયોગ કરાઇ રહ્યો છે. (જાણો FULL Score)

બાંગ્લાદેશની ટીમ માત્ર 106ના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત સામેના 19 વર્ષના ઈતિહાસમાં બાંગ્લાદેશનો આ સૌથી ઓછો સ્કોર છે.  ભારતીય પેસ એટેક સામે બાંગ્લાદેશના ખેલાડી ટકી શક્યા ન હતા. બાંગ્લાદેશના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરનો સ્કોર બનાવી શક્યા હતા. ઓપનર સાદમાન ઈસ્લામ(26), લિટન દાસ(24) અને નયીમ હસન(19) રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના ચાર ખેલાડી શૂન્ય રને અને બે ખેલાડી માત્ર 1 રન બનાવીને આઉટ થયા હતા. 

ઈશાંત શર્મા સૌથી સફળ બોલર
ભારતનો ઈશાંત શર્મા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગ્સમાં ભાંગ્લાદેશના 5 ખેલાડીને પેવેલિયન મોકલી આપ્યા હતા. ઈશાંતે 12 ઓવરમાં 22 રન આપીને 5 વિેકટ ઝડપી હતી, જેમાં 4 ઓવર મેડન રહી હતી. ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. 

બાંગ્લાદેશના બેટ્સમેન ભારતીય પેસ એટેકનો સામનો કરી શક્યા નહીં. બાંગ્લાદેશની અત્યાર સુધી 26 ઓવરમાં 90 રને 7 વિકેટ પડી ચુકી છે. બાંગ્લાદેશે ઈબાદત હુસેનના સ્વરૂપમાં 7મી વિકેટ ગુમાવી હતી. ઈશાંત શર્મા આજે ખુબ જ સુંદર ફોર્મમાં છે અને તેણે 10 ઓવરમાં 3 મેડન સાથે 20 રન આપીને બાંગ્લાદેશના 3 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા છે. ઉમેશ યાદવે 7 ઓવરમાં 2 મેડન નાખીને 29 રન આપીને 3 વિકેટ ઝડપી છે. મોહમ્મદ શમી એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. 

ભારતની ઈનિંગ્સ
ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ ઓપનિંગ કરી છે. 

- ભારતની પ્રથમ વિકેટ પડી ગઈ છે. ઓપનર મયંક અગ્રવાલ 14 રન બનાવીને અલ અમીનના બોલ પર મહેંદી હસનના હાથે કેચ આઉટ થયો છે. ભારતનો સ્કોરઃ 26/1 (4.4 ઓવર)
- રન મશીન રોહિત શર્મા બીજી ટેસ્ટમાં સારું રમી શક્યો નહીં. માત્ર 21 રનના સ્કોર પર રોહિત ઈબાદત હુસેનના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. રોહિત ભારતીય ટીમના 43ના સ્કોર પર આઉટ થયો હતો. 
- ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી ક્રિઝ પર છે અને બંનેએ 20-20 રન બનાવ્યા છે. ભારતનો સ્કોરઃ 76/2 (16 ઓવર)
- ચેતેશ્વર પુજારા 55 રન બનાવીને શાદામના હાથે ઇબાદતના બોલ પર કેચ આઉટ. 
- મેચ પુરી થવાના સમયે ભારતનો સ્કોર 174/3. ભારતની બાંગ્લાદેશ પર 68 રનની લીડ. 
- કેપ્ટન વિરાટ કોહલી 59 રન અને અજિંક્ય રહાણે 23 રન સાથે ક્રિઝ પર. 
- વિરાટ કોહલી કેપ્ટન તરીકે 5000 રન બનાવનારો ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. 
 

IND vs BAN 2nd test Live: मोहम्मद शमी ने रहीम को किया बोल्ड, बांग्लादेश संकट में

બાંગ્લાદેશની શરૂઆત સારી રહી નથી. ઇશાંતે વિકેટ લેવાની શરૂઆત કરી જે બાદ ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી એ બાદ મોહમ્મદ શમીએ રહીમને બોલ્ડ કર્યો. બાંગ્લાદેશનો સ્કોર 11 ઓવરમાં 4 વિકેટ 26 રન છે. 

ઉમેશે ઇનિંગની 11મી ઓવરમાં પહેલા બાંગ્લાદેશના કેપ્ટનને બીજી સ્લિપમાં રોહિત શર્માના હાથોમાં કેચ કરાવી પોતાની પહેલી વિકેટ ઝડપી. મોમિનુલ ખાતુ પણ ખોલ્યા વિના આઉટ થયો. એના બે બોલ બાદ ઉમેશે એક શાનદાર ઇન કટર બોલ ફેંકી મોહમ્મદ મિથુનને બોલ્ડ કર્યો.

કોલકત્તામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઇ છે. બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટીંગ કરવા ઉતરી છે. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામ અને ઇમરૂલ કાયેસ ઓપનિંગમાં ઉતર્યા હતા. જોકે ટીમ ઇન્ડિયાને શરૂઆતમાં જ સફળતા મળી હતી. સાતમી ઓવરમાં ઇશાંત શર્માએ ઇમરૂલ કાયેસને એલડબલ્યુ આઉટ કર્યો હતો. કાયેસ માત્ર ચાર રન બનાવી આઉટ થયો હતો. એના બે બોલ પહેલા જ કાયેસને એમ્પાયરે કોટ બિહાઇન્ડ આપ્યો હતો. પરંતુ રિવ્યૂમાં તે બચી ગયો હતો. 

— BCCI (@BCCI) November 22, 2019

ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋધ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા

બાંગ્લાદેશ 
મોમિનુલ હક (કેપ્ટન), અબૂ જાયેદ, લિટન દાસ, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મોહમ્મદ મિથુન, શાદમાન ઇસ્લામ, ઇમરૂલ કાયેસ, નઇમ હસન, અલ અમીન હસનૈન, ઇબાદત હુસૈન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news