IND vs BAN: બાંગ્લાદેશ સામે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હાર્દિક પંડ્યા, છોડવું પડ્યું મેદાન
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ પુણેમાં રમાઈ રહેલી વિશ્વકપ મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યાએ મેદાન છોડી બહાર જવું પડ્યું છે.
Trending Photos
Hardik Pandya Injury: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં મુકાબલો ચાલી રહ્યો છે. વિશ્વકપ-2023માં બંને ટીમ આમને-સામને છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરવા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. હાર્દિક પંડ્યા મેદાન છોડીને બહાર જતો રહ્યો છે. હાર્દિક પંડ્યાની ઈજા પર બીસીસીઆઈએ અપડેટ આપ્યું છે.
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંકી શક્યો હતો. ત્યારબાદ તેને ઈજા થતાં તે મેદાન છોડી બહાર જતો રહ્યો હતો. હાર્દિક પંડ્યાની ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. હવે બીસીસીઆઈએ એક્સ પર માહિતી આપી છે કે હાર્દિક પંડ્યાને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. સ્કેન થયા બાદ ખ્યાલ આવશે કે હાર્દિક પંડ્યાની ઈજા કેટલી ગંભીર છે.
🚨 Update 🚨
Hardik Pandya's injury is being assessed at the moment and he is being taken for scans.
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue pic.twitter.com/wuKl75S1Lu
— BCCI (@BCCI) October 19, 2023
ટીમ માટે મહત્વની કડી છે હાર્દિક પંડ્યા
આઈસીસી વિશ્વકપ-2023માં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ છે. હાર્દિક પંડ્યા છઠ્ઠા સ્થાને બેટિંગ કરે છે. સાથે તે ફાસ્ટ બોલિંગમાં પણ મદદરૂપ છે. હાર્દિક પંડ્યા ભારતના છઠ્ઠા બોલરની કમી પૂરી કરે છે. તેવામાં જો હાર્દિક પંડ્યાની ઈજા ગંભીર હશે તો ભારતે વિશ્વકપ દરમિયાન મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય ક્રિકેટ ફેન્સ આશા કરી રહ્યાં છે કે હાર્દિક પંડ્યાની ઈજા વધુ ગંભીર ન હોય અને તે જલ્દી મેદાન પર વાપસી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે