IND vs ENG: બોલર કે બેટર, રાજકોટની પિચ કોને કરશે મદદ? સામે આવી મહત્વની માહિતી

Rajkot Stadium Pitch Report: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાવાની છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી દીધી છે. આ વચ્ચે રાજકોટની પિચને લઈને મહત્વની માહિતી સામે આવી છે. 

IND vs ENG: બોલર કે બેટર, રાજકોટની પિચ કોને કરશે મદદ? સામે આવી મહત્વની માહિતી

રાજકોટઃ IND vs ENG 3rd Test Pitch Report: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો આવતીકાલથી રાજકોટમાં રમાશે. પાંચ મેચની સિરીઝ અત્યારે 1-1થી બરોબરી પર છે. હવે રાજકોટમાં બંને ટીમ આમને-સામને ટકરાશે. ત્યારે રાજકોટમાં પિચ કેવી હશે. આવો તેના પર નજર કરીએ.

રાજકોટ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ બેટરો માટે ખુબ મદદગાર માનવામાં આવે છે. અહીં બેટરો મોટા રન બનાવે છે. પરંતુ આ વખતે રાજકોટની પિચમાં ફેરફાર જોવા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેસ્ટ મેચમાં સ્પિનરોને વધુ મદદ મળી શકે છે. પિચ પ્રથમ બે દિવસ બેટિંગ માટે અનુકૂળ રહી શકે છે, ત્યારબાદ સ્પિનર્સનો દબદબો જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર પણ આ પિચ પર ફાયદો ઉઠાવી શકે છે. 

સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનો રેકોર્ડ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ એક મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. રાજકોટના આ મેદાનમાં સર્વોચ્ચ સ્કોર  (649/9) ભારતે બનાવ્યો છે. બીજીતરફ સૌથી નાનો સ્કોર (181/10) વેસ્ટ ઈન્ડિઝના નામે છે. 

2016 ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર એક ટેસ્ટ મેચ રમાઈ છે. 2016 રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 537 રન બનાવ્યા હતા. આ દરમિયાન જો રૂટે 124 અને બેન સ્ટોક્સે 128 રન ફટકાર્યા હતા. મોઈન અલીએ પણ 117 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 488 રન બનાવ્યા હતા. ભારત તરફથી મુરલી વિજયે 126 અને પુજારાએ 124 રન બનાવ્યા હતા. તો ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં 260 રન પર ડિકલેર કરી અને ભારતે પાંચમાં દિવસે 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.

સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, રજત પાટિદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11
જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, રેહાન અહમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news