IND vs NZ: ત્રીજી વનડે માટે ભારતની Playing 11 નક્કી! રોહિત આ ખેલાડીને કરશે કુરબાન?

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ 24 જાન્યુઆરીએ રમાશે. આ મેચને જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. તે માટે રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

IND vs NZ: ત્રીજી વનડે માટે ભારતની Playing 11 નક્કી! રોહિત આ ખેલાડીને કરશે કુરબાન?

નવી દિલ્હીઃ India vs New Zealand 3rd ODI: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ બે વનડે મેચમાં જીત મેળવી લીધી છે અને આ  સાથે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી વનડે મેચ 24 જાન્યુઆરીએ રમાશે. આ મેચને જીતીને ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. તે માટે રોહિત શર્મા પ્લેઇંગ 11માં ફેરફાર કરી શકે છે. આવો તે વિશે જાણીએ. 

આવું રહેશે ટોપ ઓર્ડર
શુભમન ગિલે રોગિત શર્માની સાથે છેલ્લી પાંચ મેચમાં શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી છે. રોહિત અને ગિલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. તેવામાં આ બંને ખેલાડી ફરી ઓપનિંગ કરી શકે છે. રોહિતે બીજી વનડેમાં 51 રન ફટકાર્યા હતા. તો ત્રીજા સ્થાને અનુભવી વિરાટ કોહલી બેટિંગ કરશે. કોહલી ટીમ માટે મહત્વનો ખેલાડી છે, અને છેલ્લા થોડા સમયથી તેણે ફોર્મ પરત મેળવી લીધુ છે. 

મિડલ ઓર્ડરમાં આ ખેલાડીઓને મળશે જગ્યા?
ચોથા નંબર પર ઈશાન કિશન  (Ishan Kishan)ની જગ્યા પાકી છે. તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. તો પાંચમાં સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. સૂર્યા હજુ વનડે ક્રિકેટમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેવામાં ત્રીજી વનડે મેચમાં તેની નજર મોટી ઈનિંગ રમવા પર હશે. છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા હશે. હાર્દિક બેટ અને બોલથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 

આ બોલરને મળી શકે છે તક
બીજી વનડે મેચમાં ભારતીય બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ઈનિંગની શરૂઆતમાં ઘાતક બોલિંગ કરી છે. તો કેપ્ટન રોહિત શર્મા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઇમરાન મલિકને તક આપી શકે છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે. જ્યારે સ્પિન ઓલરાઉન્ડર તરીકે વોશિંગટન સુંદર મેદાનમાં ઉતરી શકે છે. 

ત્રીજી વનડે મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news