IND vs SL: પહેલીવાર રોહિત-દ્રવિડ પર ઉઠ્યા સવાલ, આખરે કેમ બરબાદ કરવામાં આવી રહ્યું છે આ ખેલાડીનું કેરિયર?
રોહિત શર્માની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં છે. ટીમ ઇન્ડીયા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ટકરાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇનિંગ અને 222 રનથી જીત પ્રાપ્ત કરી. બીજી ટેસ્ટમાં રોહિત અને કોચ રાહુલ દ્રવિડ પાસે આશા હતી કે તે કેટલાક ખેલાડીઓને ટીમમાં ફેરફાર કરશે.
Trending Photos
નવી દિલ્હી: રોહિત શર્માની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં છે. ટીમ ઇન્ડીયા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ટકરાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇનિંગ અને 222 રનથી જીત પ્રાપ્ત કરી. બીજી ટેસ્ટમાં રોહિત અને કોચ રાહુલ દ્રવિડ પાસે આશા હતી કે તે કેટલાક ખેલાડીઓને ટીમમાં ફેરફાર કરશે. પરંતુ એક ખેલાડી એવો છે કે જેને રોહિત અને દ્રવિડ સતત ઇગ્નોર કરી રહ્યા છે. હવે પહેલીવાર રોહિત અને દ્રવિડ પર એક્સાથે સવાલ ઉભા થઇ રહ્યા છે.
આ ખેલાડીની કરવામાં આવી રહી છે અવગણના
જ્યારે બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે કેપ્ટન રોહિતે ફરી એક ખેલાડીને બહાર કરી દીધો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. એવું લાગી રહ્યું છે કે કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સિરાજ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સિરાજને અત્યારે ટીમના સૌથી ઘાતક બોલરોમાંથી એક ગણવામાં આવે છે પરંતુ હવે તે સતત બીજી ટેસ્ટમાં બહાર બેઠો છે.
હવે ઉઠી રહ્યા છે સવાલ
હવે સિરાઝને બહાર કરતાં પહેલીવાર કેપ્ટન રોહિત અને રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીને બહાર કરવા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. લોકો સતત પૂછી રહ્યા છે કે સિરાઝે એવી કઇ ભૂલ કરી દીધી છે. બીજી ટેસ્ટ પહેલાં ટીમાં ઘણા ફેરફાર થયા પરંતુ તેમછતાં પણ સિરાઝને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. હવે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમ કોઇ મુકાબલો પણ રમશે નહી.
Don't know why Rohit Sharma & Rahul Dravid duo benching Siraj.!The way he make a turnaround in his career from the 2020 IPL he should play atleast one match in the series.!
— Deep Point (@Cric_spidey) March 12, 2022
still no siraj in the team. they had him in the squad for the whole series only for him to play ONE match, a dead rubber t20 match. they could’ve let him out of the bio bubble like they did with kuldeep. i just want to say…he deserves better.
— poorvika (@PoorvikaKumar) March 12, 2022
The way Siraj has been consistently mistreated under Rohit has been pathetic. 4 months in bubble and all he gets is useless ODIs versus West Indies. All the talk about workload management is just a gimmick. Workload management for Pant but not Siraj.
— Fake IndianHesson (@IndianHesson) March 12, 2022
I feel Siraj haven't been handled well in this new era of Indian Team, be it red ball cricket or the white ball season post the WI ODI series.
Khilana hi nahi tha toh atleast bio bubble break hi de dete. #CricketTwitter
— animesh (@ani_meshh) March 12, 2022
આ ખેલાડીની થઇ વાપસી
અક્ષર પટેલને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી છે. અક્ષર ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેમણે ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. અક્ષર પટેલની સાથે-સાથે બેટ વડે પણ કમાલ બતાવવા માટે પણ જાણિતા છે. અત્યાર સુધી નાનકડું ટેસ્ટ કેરિયર કમાલનું રહ્યું છે. અક્ષરે ફક્ત 5 ટેસ્ટ મેચમાં 36 વિકેટ પ્રાપ્ત કરી છે, જેમાં તે 5 અવસર પર 5 વિકેટ એક ઇનિંગમાં પ્રાપ્ત કરી છે. તેમની પાસે તે કાબિલિયત છે કે તે કોઇપણ પીચ પર વિકેટ પ્રાપ્ત કરી શકે છે. તેમની બોલને સમજવો મુશ્કેલ છે. અક્ષર પટેલ ટીમ ઇન્ડીયાને મેચ જીતાડી શકે છે.
બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયર અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમંદ શમી, જસપ્રીત બુમરાહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે