IND vs KUW Final: ભારતે સૈફ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી, કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું


IND vs KUW: સૈફ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી પરાજય આપ્યો છે. આ રીતે ભારતે રેકોર્ડ નવમી વખત સૈફ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે.

IND vs KUW Final: ભારતે સૈફ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી, કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું

India vs Kuwait Football, SAFF Championship Final 2023: સૈફ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ફુટબોલ ટીમે કુવૈતને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સતત બીજીવાર અને કુલ નવમી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી પરાજય આપ્યો છે. બેંગલુરૂના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચ નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1-1થી બરોબર રહી હતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમમાં પણ કોઈ ટીમ ગોલ કરી શકી નહીં. તેવામાં મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો. 

ભારત નવમીવાર ચેમ્પિયન
ભારતે ફાઇનલમાં કુવૈતને હરાવીને SAFF ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તેણે નવમી વખત આ ખિતાબ જીત્યો છે. ભારત અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.

— Indian Super League (@IndSuperLeague) July 4, 2023

ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1-1 થી બરાબરી પર હતી. વધારાના સમયના 30 મિનિટમાં પણ કોઈપણ ટીમ બીજો ગોલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં લેવામાં આવ્યો હતો.

આ ખેલાડીઓએ પેનલ્ટી શૂટઆઉટમાં કર્યો ગોલ
ભારત માટે પેનલ્ટી શૂટઆઉટમાં મહેશ સિંહ, સુભાશીષ બોસ, લાલિયાનજુઆલા ચાંગટે, સંદેશ ઝિંગન અને સુનીલ છેત્રીએ ગોલ કર્યો હતો. ઉદાંતા સિંહ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરવામાં ચૂકી ગયો હતો. તો કુવૈત માટે શબીબ, અબ્દુલ અઝીજ, અહમદ અને ફવાઝે ગોલ કર્યા હતા. જ્યારે મોહમ્મદ અબ્દુલ્લા અને ખાલિદ ગોલ કરવાથી ચૂકી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news