બ્રિસ્બેન T20: રમત પહેલા બહાર આવી ટીમ ઇન્ડિયાની તૈયારી અને મસ્તી, જુઓ વીડિયો

ભારતે હાલમાં જ તેમના ઘરે ટી-20ની વિશ્વ વિજેતા ટીમ વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. આ સીરીઝમાં પણ તેઓ તેમના વિજય ક્રમને જાળવી રાખવા માંગશે. વેસ્ટઇન્ડિઝની સામે વિરાટ કોહલીએ આરામ કર્યો હતો

બ્રિસ્બેન T20: રમત પહેલા બહાર આવી ટીમ ઇન્ડિયાની તૈયારી અને મસ્તી, જુઓ વીડિયો

બ્રિસ્બેન: ગત બે વિદેશી પ્રવાસ પર ખરાબ રમતના કારણે ટિકાનો શિકાર થનારી ભારતીય ટીમ આ વર્ષના છેલ્લા વિદેશ પ્રવાસ બુધવાર (21 નવેમ્બર)થી ઓસ્ટ્રેલિયાની સામે શરૂ થઇ રહ્યો છે. બંને ટીમ ત્રણ T20 મેચની સીરીઝની પ્રથમ મેચ ગાબા સ્ટેડિયમમાં રમશે. ભારતે હાલમાં જ તેમના ઘરે ટી-20ની વિશ્વ વિજેતા ટીમ વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. આ સીરીઝમાં પણ તેઓ તેમના વિજય ક્રમને જાળવી રાખવા માંગશે. વેસ્ટઇન્ડિઝની સામે વિરાટ કોહલીએ આરામ કર્યો હતો. કહોલી હવે આ સીરીઝ માટે ટીમમાં પરત ફર્યો છે. ભારતીય ચીમ ઘણી મજબૂતી સાથે આ સીરીઝમાં ઉતરી રહી છે, પરંતુ ઓસ્ટ્રેલીયા આ સમયે એવા હાલાતથી પસાર થઈ રહી છે જ્યાં તેઓ તેમની ખ્યાતિના અનુરૂપ દેખાઇ રહ્યાં નથી.

આ વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાઇ ચૂકેલી ટેસ્ટ મેચમાં બોલ ટેપરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને તાત્કાલીક કેપ્તાન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બૈનક્રોફ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારથી ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ એક મોટા ફેરફારથી પસાર થઇ રહી છે. સ્મિથ અને વોર્નર ટીમના ખૂબ મહત્વના ખેલાડી હતા અને આ બંનેના કારણે ઓસ્ટ્રેલિયાને જે નુકસાન ભોગવવું પડી રહ્યું છે તે હાલના સમયમાં તેમને મળી રહેલી હારથી જાણવા મળી રહ્યું છે. એવામાં ભારતની સામે જો ઓસ્ટ્રેલિયાની ટીમ ઉભી રહે છે તો ઘણી નબળી જોવા મળી રહી છે.

એવામાં ભારતનો રસ્તો સરળ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય કેપ્તાન કોહલી જે મેજબાન ટીમને હળવાશમાં લેવાના મૂડમાં નથી. તેણે કહ્યું કે ઘરમાં રમતા સમયે ઓસ્ટ્રેલિયા સ્મિથ અને વોર્નર વગર પણ મજબૂત ટીમ છે. તો પણ બંને ટીમોની સરખામણીએ ભારત વધારે મજબૂત જોવા મળી રહી છે. આવો જોઇએ કે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઇન્ડિયા કેવા પ્રકારની તૈયારી કરી રહ્યું છે આ સાથે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ મસ્તી કરી રહી છે.

ટી-20 સીરીઝથી પહેલા લાગે છે કે ભારતીય ટીમ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાના મનીષ પાંડે અને કુલદીપ યાદવના અભ્યાસમાં એક અલગ પ્રકાર જોવા મળ્યો છે. તેને જોઇ એવું લાગે છે બંને એકબીજા સાથે ઝગડી રહ્યા હોય. કુલદીપ યાદવે તેની અને મનીય પાંડેની એક ફોટો શેર કરી છે. અને કેપ્શનમાં લખ્યું છે કે મનીષ પાંડેનું બાળપણ અહીં જોવા મળી રહ્યું છે કે અમે ઝગડી રહ્યા છે, પરંતુ ગાબામાં મેચથી પહેલા આ અમારી મસ્તી છે.

A post shared by Kuldeep Yadav 🇮🇳 (@kuldeep_18) on

રોહિત શર્માએ પણ મેચથી પહેલા ખૂબ જ નેટ પ્રેક્ટિસ કરી છે. ઓસ્ટ્રેલિયાએ વિરાટ કોહલીની સાથે-સાથે રોહિત શર્માને આઉટ કરવા માટે પણ પ્લાન બનાવ્યો છે. ત્યારે, બીજી બાજૂ રોહિત શર્માનું પરફોર્મસ ઘણું શાનદાર રહ્યું છે. એવામાં ઓસ્ટ્રેલિયા માટે રોહિત શર્માને રોકવો એક પડકાર રૂપ સાબિત થશે.

A post shared by Team India (@indiancricketteam) on

વિરાટ કોહલી પણ મેચથી પહેલા નેચ પ્રેક્ટિસમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પેજથી વિરાટ કોહલીની બેટિંગનો એક વીડિયો શર કરવામાં આવ્યો છે. ગત વખતે ભારતે 2014-15માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ કર્યો હતો. તે સમયે ભારતે 3-0થી ટી-20 સીરીઝી જીતી હતી. ભારત એકવાર ફરી તેવું પ્રદર્શન કરવામાં ઇચ્છે છે.

A post shared by Team India (@indiancricketteam) on

બીસીસીઆઇએ તેમના ઓફિશિયલ ટ્વિટરથી જસપ્રીત બુમરાહની નેટ પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા બીસીસીઆઇએ લખ્યું છે કે નેટ પર એક ક્ષણ, જ્યારે બુમરાહ બેટિંગ કરી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સે ખૂબ જ કોમેન્ટ્સ કરી છે.

A post shared by Team India (@indiancricketteam) on

બીસીસીઆઇએ તેમના ઓફિશિયલ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો જેમાં 21 વર્ષનો ઋષભ પંત તેનું નવું બેટ તૈયાર કરતો જોવા મળી રહ્યો છે. તે બેટ પર હથોડો મારીને તેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેઓ કહે છે કે નવા બેટને મેચમાં ઉપયોગ કરતા પહેલા આ જરૂરી છે. ત્યારબાદ નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટને પારખી શકાય છે અને સંતુષ્ટ થયા પછી જ તેનાથી મેચમાં રમવાનું યોગ્ય રહશે.

For a batsman, the bat is his main tool. The big-hitting youngster explains what needs to be done before a fresh willow is used in a match - by @28anand

— BCCI (@BCCI) November 20, 2018

ઋષભ પંતની સાથે વિરાટ કોહલીએ જિમનો એક વીડિયો શેર કર્યો છે. વિરાટે ઓસ્ટ્રેલિયા પહોંચી પંતની સાથે એક ફોટો શેર પરણ કર્યો હતો. આ ફોટાને શેર કરતા વિરાટે ઋષભ પંતને ચેમ્પિયન ગણાવ્યો છે.

A post shared by Virat Kohli (@virat.kohli) on

રોહિત શર્માએ પણ જિમમાં કસરત કરતો એખ વીડિયો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા રોહિતે લખ્યું કે તે તે-તૈયાર છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Getting game ready

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

ત્યારે, યુજવેન્દ્ર ચહલે પણ જિમમાં ખુબ કસરત કરતો વીડિયો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

બંને દેશની ટીમો
ભારત: વિરાટ કોહલી (કેપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, ક્રૂણાલ પાંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ અને યુજવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા: એરોન ફિંચ (કેપ્તાન), એશ્ટન એગર, જેસન બેહેરનડોર્ફ, એલેક્સ કૈરી, નાથન કૂલ્ટર નાઇલ, ક્રિસ લીન, બેન મેક્ડોરમેટ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, બિલિ સ્ટાનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, એડમ જામ્પા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news