એક દિવસ, એક વિરોધી, દિવસમાં બે વાર જીતી શકે છે ભારત, જાણો કઈ રીતે?
ટી20 સિરીઝની ખાસ વાત તે છે કે ભારતની પુરૂષ અને મહિલા ટીમો એક દિવસે એક જ મેદાન પર રમવા ઉતરશે.
Trending Photos
વેલિંગટનઃ ભારતની પુરૂષ અને મહિલા ટીમો આ દિવસોમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. કીવી વિરુદ્ધ બંન્ને ટીમે વનડે સિરીઝ જીત્યા બાદ હવે ત્રણ-ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝની ખાસ વાત તે છે કે બંન્ને ટીમો એક જ દિવસે એક જ મેદાન પર મેચ રમશે. એટલે કે 5 દિવસમાં છ મુકાબલા રમાશે અને ભારતની પાસે એક દિવસમાં બે મેચ જીતવાની તક છે.
સિરીઝનો પ્રથમ મેચ બુધવારે વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાશે. મહિલા ટીમનો મુકાબલો ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકે શરૂ થશે, જ્યારે પુરૂષોની ટીમ બપોરે 12.30 કલાકે ઉતરશે.
આ રીતે 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડના ઈડન પાર્કમાં બીજી ટી20માં મહિલા ટીમ ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકે ઉતરશે. પુરુષોની ટીમને મેચ સવારે 11.30 કલાકે શરૂ થશે.
શ્રેણીની અંતિમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાશે. મહિલા ટીમનો મુકાબલો ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકે અને પુરૂષોનો મુકાબલો બપોરે 12.30 કલાકે શરૂ થશે.
The #WomenInBlue are all set to take on the @WHITE_FERNS for the 1st T20I at Westpac Stadium tomorrow.#NZWvINDW pic.twitter.com/dymWn5nJfV
— BCCI Women (@BCCIWomen) February 5, 2019
હરમનપ્રીત કૌરના હાથમાં કમાન
અંતિમ વનડેમાં શર્મજનક હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝના પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીતના પાટા પર તપરત ફરવા ઈચ્છશે. ત્રણ મેચોની સિરીઝ મહિલા વનડે ચેમ્પિયનશિપનો ભાગ હતી, જે ભારતે 2-1થી જીતી હતી.
વનડેમાં મિતાલી રાજ કેપ્ટન હતી, જ્યારે હવે હરમનપ્રીત કૌર કમાન સંભાળશે. ઈંગ્લેન્ડમાં ટી20 વિશ્વકપ સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડના હાથે પરાજય બાદ ભારતનો આ પ્રથમ ટી20 મેચ છે. તે મેચમાં મિતાલીને બહાર રાખવામાં આવી હતી, ત્યારબાદ વિવાદમાં રમેશ પોવારના સ્થાને ડબલ્યૂવી રમણને કોચ બનાવવામાં આવ્યા છે.
ટી-20 ક્રિકેટમાં મિતાલીની સ્ટ્રાઇક રેટ પર સવાલ ઉઠ્યા હતા અને હવે જોવાનું છે કે 200 વનડે રમી ચુકેલી આ અનુભવી ખેલાડી આ ફોર્મેટમાં કેવું પ્રદર્શન કરે છે. સ્મૃતિ મંધાના પ્રથમ બે વનડેમાં 90 અને 105 રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે