IND vs SA: આજથી ટી20 સિરીઝનો પ્રારંભ, યુવા ખેલાડીઓ પર રહેશે નજર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચ આજે ધર્મશાળામાં રમાશે. ભારતીય ટીમ આ સિરીઝને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત કરવા તરીકે લેશે. 
 

IND vs SA: આજથી ટી20 સિરીઝનો પ્રારંભ, યુવા ખેલાડીઓ પર રહેશે નજર

ધર્મશાળાઃ વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરમાં હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ આજથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે તૈયાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પ્રથમ ટી20 મેચ આજે અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (HPCA) સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ સાથે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીને પણ વધુ મજબૂતી આપશે. ભારતીય ટીમમાં અનુભવી સાથે યુવા ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ રન તો કર્યાં હતા તો બોલિંગમાં યુવા નવદીપ સૈનીએ પર્દાપણ સિરીઝમાં બધાને પ્રભાવિત કર્યાં હતા. વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકામાં પરંતુ ઘણું અંતર છે, પરંતુ હાર્દિક પંડ્યા આવવાથી યજમાન ટીમ વધુ મજબૂત થઈ છે. વિન્ડીઝના પ્રવાસ પર તેને આરામ આપવામાં આવ્યો હતો. 

એકવાર ફરી ભારતે ટી-20મા જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. તેવામાં સૈની, ખલીલ અહમદની પાસે પોતાને સાબિત કરવાની તક છે. વિન્ડીઝના પ્રવાસ પર સ્પિનર રાહુલ ચહરને માત્ર એક તક મળી હતી. આ સિરીઝમાં તે ઈચ્છશે કે તેને વધુ તક મળે. 

દક્ષિણ આફ્રિકા નવા કેપ્ટન ડિ કોકની આગેવાનીમાં ઉતરી રહી છે અને તેનો પ્રયત્ન એક નવી શરૂઆતની હશે જ્યાં તે પોતાની જૂની ભૂલોમાં સુધાર કરી નવી અને શાનદાર ટીમ બનાવી શકે. ટીમમાં ત્રણ નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યો છે. તેમ્બા બામૂમા, બજરેન ફોર્ટયૂઇન અને એનચિર નોર્ટજને પ્રથમવાર ટી20 ટીમમાં જગ્યા મળી છે. 

સીનિયર ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસની સાથે-સાથે એડન માર્કરામ, થેયુનિસ ડે બ્રૂયન અને લુંગી એનગિડીની ટીમમાં પસંદગી થઈ નથી. મહેમાન ટીમની પાસે રબાડા જેવો બોલર છે, જે કોઈપણ બેટિંગ ક્રમની કમર તોડી શકે છે. ટીમની પાસે વધુ અનુભવ નથી, પરંતુ તે ભારતને પકડાર આપવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લે બંન્ને ટીમો ટી20મા 2018મા આમને-સામને થઈ હતી જ્યાં ભારતે ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. 

આ મેચમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે બુધવારે તેની જાણકારી આપી હતી કે આગામી થોડા દિવસ સુધી ત્યાં વરસાદ થઈ શકે છે. ધર્મશાલાની વિકેટ ફાસ્ટ બોલરોને મદદરૂપ માનવામાં આવે છે અને જો વરસાદ થાય તો પિચ પર વધુ સમય કવર્સ રહે છે અને તેવામાં ફાસ્ટ બોલર વધુ ખતરનાક હોઈ શકે છે. 

ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ક્રુણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની. 

દક્ષિણ આફ્રિકાઃ ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન), રાસી વાન ડર ડુસેન, તેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બજરેન ફોર્ટયૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રીઝ હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નોર્ટજે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેયાન પ્રીટોરિયર, કગિસો રબાડા, તબરેજ શમ્સી, જોર્જ લિન્ડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news