કેપ્ટનોની 'એલીટ ક્લબ'માં સામેલ થયો કોહલી, 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર બીજો ભારતીય
વિરાટ કોહલી (Virat Kohli)એ પુણે ટેસ્ટ મેચ પહેલાં સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે 49 ટેસ્ટ) સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર હતા. ભારતીય કેપ્ટનોમાં તેમની આગળ ફક્ત મહેંદ્વ સિંહ ધોની (MS Dhoni) જ છે. ધોનીએ 2008થી 2014 સુધી 60 ટેસ્ટ મેચોમાં ભારત માટે કેપ્ટનશિપ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દુનિયાના તે કેપ્ટનોની એલીટ ક્લબમાં સામેલ થયા છે, જેમણે ઓછામાં ઓછી 50 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. કેપ્ટનોની આ ક્લબમાં માત્ર બે ભારતીય સામેલ છે. વિરાટ કોહલી (Virat Kohli)એ ગુરૂવારે અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી. સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો ભારતીય રેકોર્ડ મહેંદ્વ સિંહ ધોબ્નીના નામે છે.
વિરાટ કોહલી (Virat Kohli)એ પુણે ટેસ્ટ મેચ પહેલાં સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે 49 ટેસ્ટ) સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર હતા. ભારતીય કેપ્ટનોમાં તેમની આગળ ફક્ત મહેંદ્વ સિંહ ધોની (MS Dhoni) જ છે. ધોનીએ 2008થી 2014 સુધી 60 ટેસ્ટ મેચોમાં ભારત માટે કેપ્ટનશિપ કરી હતી.
ટેસ્ટ મેચોમાં ઓવરઓલ કેપ્ટનશિપની વાત કરીએ તો તેનો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રીકાના ગ્રીમ સ્મિથ (Graeme Smith)ના નામે છે. સ્મિથે 2003 થી 2014 વચ્ચે 109 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. ઓસત્રેલિયાના એલન બોર્ડર (93) આ મામલે બીજા ક્રમે છે. ન્યૂઝિલેંડના સ્ટીફન ફ્લેમિંગ (80) ત્રીજા નંબર પર છે.
અત્યાર સુધી દુનિયાના 17 ક્રિકેટરોએ ટેસ્ટ મેચોમાં 50 અથવા તેનાથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. તેમાં રિકી પોટિંગ, ક્લાઇવ લોયડ, એલિસ્ટેયર કુક, સ્ટીવ વો, મિસ્બાહ ઉલ હક સામેલ છે. અર્જુન રણતુંગા, માઇક આર્થટન, હેન્સી ક્રોન્યે, માઇકલ વોને પણ 50થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. વિવિયન રિચર્ડ્સ, એંડ્ર્યૂ સ્ટ્રોસ અને માર્ક ટેલરે વિરાટ કોહલીએ બરાબરી કરી એટલે કે 50 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે