લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી, હાર્દિક બોલ્યો- આભાર ભાભી

હાર્દિક પંડ્યાએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે. તેણે નીતા અંબાણી પ્રત્યે આભાર વ્યક્ત કરતા લખ્યું છે- લંડનમા મને મળવા માટે આભાર ભાભી.

લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી, હાર્દિક બોલ્યો- આભાર ભાભી

લંડનઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (hardik pandya) પીઠની સર્જરી થઈ છે. આ સર્જરી બાદના તમામ અપડેટ્સ તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. આ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ (nita ambani) તેની સાથે મુલાકાત કરી અને તેના હાલ-ચાલ જાણ્યા હતા. 

હાર્દિક પંડ્યાએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે. તેણે નીતા અંબાણી પ્રત્યે આભાર વ્યક્ત કરતા લખ્યું છે- લંડનમા મને મળવા માટે આભાર ભાભી. તમારી શુભકામનાઓ અને ઉત્સાહવર્ધક શબ્દોનું મારા માટે ખુબ મહત્વ છે. તમે હંમેશા પ્રેરણા રહ્યાં છો. 

— hardik pandya (@hardikpandya7) October 10, 2019

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે અને ટીમના માલિક નીતા અંબાણી આ દિવસોમાં લંડનમાં છે. ત્યાં થોડા દિવસ પહેલા સ્પોર્ટ્સ સમિટ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, 'છેલ્લા 10 વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સે ઘણા યુવા ખેલાડીઓને બહાર કાઢ્યા છે, જેમાં હાર્દિક અને ક્રુણાલ પંડ્યા જેવા ખેલાડી સામેલ છે. સાથે તેમણે કહ્યું હતું કે, આજે બુમરાહ યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.'

— hardik pandya (@hardikpandya7) October 8, 2019

પંડ્યાએ આ પહેલા મંગળવારે રાત્રે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હોસ્પિટલના બેડથી ઉઠ્યા બાદ સહારો લઈને ધીમે-ધીમે પગલા ભરવામાં સફળ થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે વ્હીલ ચેર પર બેસે છે. તે કોરિડોરમાં વ્હીલ ચેર ચલાવતો પણ દેખાઈ રહ્યો છે. આખરે તે એકવાર ફરી ચાલતો દેખાય છે. ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર તેની સાથે લંડન ગયો છે. 

Extremely grateful to everyone for your wishes ❣️ Will be back in no time! Till then miss me 😉 pic.twitter.com/XrsB8bWQ35

— hardik pandya (@hardikpandya7) October 5, 2019

હાર્દિક પંડ્યાએ શનિવારે ફોટો શેર કરતા લખ્યું હતું, 'સર્જરી સફળ રહી. તમારા બધાની શુભેચ્છા માટે આભાર. જલ્દી વાપસી કરીશ. ત્યાં સુધી મારી ખોટ અનુભવો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news